તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરોધ:કોરોનાના લક્ષણ દેખાય એટલે રીપોર્ટની રાહ ન જોવો, તરત દવા શરૂ કરી દયો

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એન્જિનીયર, સમાજસેવક અપૂર્વ શેઠનો અનુરોધ
 • બે-ચાર દિવસ બાદ દર્દી ટેસ્ટ કરાવે છે અને તેનો રિપોર્ટ આવે ત્યારે ફેફસા ખરાબ થઈ ગયા હોય છે

કોરોનાના લક્ષણો શરૂ થાય કે તરત ડોકટરની સલાહ લઈ પહેલા દવા શરૂ કરી દેવી જોઈએ જેને કારણે આ રોગ ફેફસા સુધી પહોંચી શરીરને નુકશાન કરે તે પહેલા તેનો પ્રતિકાર થઈ શકે છે તેમ જાણીતા એન્જિનીયર, બિલ્ડર અને સમાજસેવક અપૂર્વ શેઠે એક જાહેર અપીલ દ્વારા જણાવેલ છે.તેમણે જણાવ્યુ હતું કે, ‘સંખ્યાબંધ લોકોના અભ્યાસ પરથી એવું તારણ નીકળ્યું છે કે કોરોનાના લક્ષણ શરૂ થાય એટલે કે તાવ આવે, શરદી, ઉધરસ, શરીર તૂટવું કે ડાયેરીયા થાય ત્યારે શરૂઆતમાં દર્દી તેને ગંભીરતાથી લેતો નથી.

ત્યારબાદ બે-ત્રણ દિવસ પછી રેપીડ ટેસ્ટ કે આરટીપીસીઆર અથવા સીટીસ્કેન કરાવે છે. જેનું રિઝલ્ટ પણ 24 કલાકથી માંડી 72 કલાક પછી આવે છે ત્યાં સુધીમાં આ દર્દીના પરિવારજનો કે નજીકના લોકો પણ સંક્રમિત થઈ ગયા હોય છે અને દર્દીના ફેફસાને પણ નુકશાન થયું હોય છે.

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સર્વે કરતા એવી હકિકત જાણવા મળી છે કે મોટાભાગના લોકોએ ચાર-પાંચ દિવસ બાદ જ એની દવા શરૂ કરી છે એને બદલે લક્ષણો દેખાય કે તરત જ ડોકટરની સલાહ લઈ દવા શરૂ કરી દેવામાં આવે તો આ દવા ખાસ નુકશાનકારક નથી. બહુ મોંઘી પણ નથી અને સમયસર લેવાથી જીવ બચી શકે તેમ છે. ભાવનગરમાં છેલ્લા સપ્તાહમાં એક ડઝનથી વધુ લોકોને આ અંગે પ્રેરીત કરી તેમણે સમયસર જાગૃત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો