કોરોના અપડેટ:દુબઇથી ભાવનગર પરત ફરેલા કિશોરને કોરોના પોઝિટિવ, શહેરમાં ચાર દર્દી કોરોનાની સારવારમાં

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 14 વર્ષીય કિશોર કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ બાદ કોરોના જાહેર, વિજયરાજનગરમાં ઘરે સારવારમાં

હાલ ઉનાળુ વેકેશનમાં ભાવનગર સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો બહારના રાજ્યોમાં વાપરવા ગયા છે ત્યારે જે જે રાજ્યોમાં જે કોરોના સક્રિય છે ત્યાંથી પરત ફરનારા લોકો કોરોના વાયરસ લઈને આવતા જોવા મળ્યા છે. જે ભાવનગર સહિત ગુજરાત માટે ભયજનક સાબિત થઈ શકે છે. ભાવનગર શહેરમાં તાજેતરમાં દિલ્હીથી ભાવનગર પરત ફરેલા પતિ-પત્ની, બંને તેમજ હવે દુબઇથી ભાવનગર પરત ફરેલા 14 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. આથી ભાવનગર શહેરમાં હાલ ચાર દર્દીઓ કોરોનાના એક્ટિવ દર્દી છે. જો કે જિલ્લાના 10 તાલુકા સંપૂર્ણપણે કોરોનામુક્ત છે.

ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લો ગત માસ સુધી સંપૂર્ણપણે કોરોના મુક્ત હતો પરંતુ ગત મે સમાના અંતિમ દિવસોમાં શહેરમાં પરત આવેલા અને શહેરના ઇસ્કોન મેગા સિટીમાં રહેતા પતિ-પત્નિ અને ત્યાર બાદ અન્ય એકને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા.

આ 3 દર્દી સારવાર લઇ રહ્યાં છે ત્યાં આજે વિજયરાજનગરમાં દુબઇથી પરત ફરેલા ભાવછનગરના 14 વર્ષીય કિશોરને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા તેને પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા આમ હવે ભાવનગર શહેરમાં કુલ ચાર દર્દીઓ ઘરે રહીને કોરોનાની સારવાર કરાવી રહ્યાં છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 20,889 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 20,694 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...