તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોના સંકટ:સરતાનપરમાં થયેલ હત્યાના મહીલા આરોપીને કોરોના પોઝિટિવ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 20 દિવસથી ભાગતી ફરતી મહીલા તળાજા પોલીસના હાથે ઝડપાઇ અને કસ્ટડીમાં રખાયા

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે  થોડા દિવસ ણપહેલા જમીનના ઝઘડામા થયેલ હત્યામા સામેલ મહિલા આરોપી છેલ્લા 20 દિવસથીનાસતી ફરતી હતી. જેને બુધવારે રાત્રે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેણીને તળાજા કસ્ટડીમાંથી આઇસોલેશનવોર્ટમા ખસેડાવની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનુ તળાજા પી.આઇ.ગમારાએ જણાવ્યું હતુ. 40 વર્ષીય મુક્તાબેન તળાજા તાલુકા, સરતાનપર ગામે વીસ દિવસ અગાઉ થયેલા મર્ડરમાં આરોપી છે. ત્યાર બાદ નાસી ગયા હતા અને ફરતા ફરતા રાજુલા તાલુકાના કેરીયા ગામે પહોંચ્યા હતા. ત્યાં ત્રણ દિવસ વિતાવ્યા બાદ મહુવા પહોંચ્યા હતા પછી કોઈ રીતે તેઓએ તેના ભાઇને મળીને પરત આવવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમના ભાઈ પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. સરતાનપર ગામે તેઓ છેલ્લા 20 દિવસથી રહ્યા ન હોય આ ગામને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની જરૂર નથી. હાલ આ બેન પોલીસ કસ્ટડીમાં છે.  તંત્ર દ્વારા આ 20 દિવસના સમયગાળામાં તેઓ કોને કોને મળ્યા અને કોની સાથે વાતો કરી તેની તપાસ કરી રહી છે હાલ આ મહિલા તળાજા પોલીસ કસ્ટડીમા છે. ત્યારે તળાજા પોલીસ સ્ટેશનના અનેક પોલીસ કર્મચારીઓ પણ કોરોન્ટાઇન થવાની શકયતા વ્યકત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો