તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શહેરમાં કોરોનાના દર્દીઓ 4,000ને પાર, નવા ત્રણ દર્દી, જિલ્લામાં બે દર્દીઓ કોરોનામુક્ત

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિલ્લામાં કોરોનાના કુલ કેસ 6079 થઈ ગયા, 17 દર્દીઓ કોરોનાની સારવારમાં

ભાવનગર જિલ્લામાં આજે 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,079 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 3 પુરૂષ મળી કુલ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર શહેરમાં દર્દીઓની સંખ્યા 10 છે જ્યારે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર દર્દીઓની સંખ્યા 7 છે આમ સમગ્ર જિલ્લામાં કુલ 17 દર્દીઓની સારવાર લઇ રહ્યા છે. કોરોનાના ભાવનગર શહેરમાં કુલ કેસની સંખ્યા ચાર હજારને પાર થઇ ગઇ છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 કેસ મળી કુલ 2 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,079 કેસ પૈકી હાલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,986 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાથી 43 લોકોના મૃત્યુ થયા છે જ્યારે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ 26 દર્દીના મોત કોરોનાથી થયાનું સરકારી ચોપડે નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો