તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાથી કંટાસરની મહિલાનું મોત, નવા 43 પોઝિટિવ કેસ, એક્ટિવ કેસનો આંક 394ને આંબ્યો

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ભાવનગર શહેરમાં 33 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 10 નવા પોઝિટિવ કેસનો થયેલો ઉમેરો

ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં 125 દિવસ બાદ એકનું કોરોનાથી મોત થયા બાદ આજે જિલ્લાના મહુવા પંથકમાં વધુ એક મોત થતા કોરોનાનો સકંજો હવે ભાવનગર પંથકમાં પણ વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જાય છે. આજે ભાવનગર શહેરમાં કોરોનના નવા 33 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નવા 10 કેસ ઉમેરાતા આજે સમગ્ર જિલ્લામાં કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6971 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 6506 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 93.33 ટકા થઇ ગયો છે.

આજે ભાવનગર શહેરમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 26 પુરૂષ અને 7 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 21 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 14 પુરૂષ અને 7 મહિલાનો સમાવેશ થાય છે. શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 4707 નોંધાયા છે અને તેની સામે 4360 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 92.63 ટકા થઇ ગયો છે. આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામે 38 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થતા કોરોનાથી જિલ્લામાં આ 71મું મોત થયું હતુ. આ ઉપરાંત આજે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નવા 10 કેસ નોંધાયા હતા.

જેમાં સિહોરના પાલડીમાં 77 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરના કંથારિયામાં 73 વર્ષીય પુરૂષ, ભાવનગરના બુધેલમાં 80 વર્ષીય મહિલા, ઉમરાળાના લંગાળામાં 62 વર્ષીય પુરૂષ, સિહોરના ગઢુલામાં 55 વર્ષની પુરૂષ, સોનગઢમાં 80 વર્ષીય મહિલા, સણોસરામાં 60 વર્ષીય પુરૂષ, આંબલામાં 77 વર્ષીય પુરૂષ, સોનગઢમાં 76 વર્ષીય મહિલા અને વલ્લભીપુરના પચ્છેગામમાં 67 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોનાના કુલ 2264 કેસ નોંધાયા તે પૈકી 2146 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 94.79 ટકા થઇ ગયો છે. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 300ને પાર કરીને આજે 303 થઇ ગઇ છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આ સંખ્યા 91 રહેતા જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 394 થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો