હાશકારો:ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં કોરોનાનો હવે એકય એક્ટિવ કેસ નહી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં બે દર્દીઓ કોરોનાની સારવારમાં જિલ્લામાં રિકવરી રેઇટ 98.60 ટકા થયો

ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ જે એક દર્દી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવારમાં હતો તે આજે કોરોનામુક્ત થલ જતા સમગ્ર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર ફરી એક વખત કોરોનામુક્ત થઇ ગયો છે. દરમિયાનમાં આજે સતત નવમા દિવસે ભાવનગર શહેર કે તલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો પોઝિટિવ કેસ મળ્યો નથી. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,467 કેસ મળ્યા છે અને તે પૈકી 21,167 દર્દીઓ સાજા થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.60 ટકા થઇ ગયો છે.

શહેર અને જિલ્લામાં આજે સતત નવમા દિવસે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નથી મળ્યો. જો કે રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં કોરોનાની ગતિ ધીમી ગતિએ વધી રહી છે જે ચિંતાજનક છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ લોકો બહાર નીકળે ત્યારે સતત માસ્ક પહેરી રાખે તે આવશ્યક છે. રસીકરણથી સુરક્ષા લઇને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ જ સર્વોત્તમ સુરક્ષા છે. હાલ ભાવનગર શહેરમાં 2 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. ભાવનગર ગ્રામ્ય-તાલુકા કક્ષાએ આજ સુધીમાં કુલ7446 પોઝિટિવ કેસ મળ્યા છે અને તે પૈકી 7308 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ વધીને 98.15 ટકા થઇ ગયો છે.

આજે શહેરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાનો ધીમી ગતિએ પગપેસારો દિવાળી પછી વધ્યો છે ત્યારે સાવચેતી આવશ્યક છે. જો કે છેલ્લા એક સપ્તાહથી શહેર કે તાલુકા દરમ્યાન એક પણ નવો કેસ નોંધાયો નથી તે સમાચાર રાહતરૂપ છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 14,021 કેસ નોંધાયા છે અને તે પૈકી 13,859 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.84 ટકા થઇ ગયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર જે નૂતન વર્ષ અને ભાઇબીજ સુધી કોરોનામુક્ત વિસ્તાર હતો ત્યાં નવા વર્ષમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવતા તેને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...