તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામાં 128 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 927 પર પહોંચી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે 50 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

ભાવનગર જિલ્લામાં આજરોજ 110 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 8,047 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 45 પુરૂષ અને 36 સ્ત્રી મળી કુલ 81 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમાં તળાજા ખાતે 5, ભાવનગર ગ્રામ્ય ખાતે 4, ઉમરાળા ખાતે 11, જેસર ખાતે 1, શિહોર ખાતે 2, ગારીયાધાર ખાતે 2, પાલીતાણા ખાતે 7, વલ્લભીપુર ખાતે 10 તેમજ ઘોઘા ખાતે 4 કેસ મળી કુલ 47 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 43 અને તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 50 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા 8,047 કેસ પૈકી હાલ 927 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 76 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો