તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 308 કેસ, 3 મોત

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 4285 પર પહોંચી
  • આજે 401 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 308 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 19,121 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 128 પુરૂષ અને 73 સ્ત્રી મળી કુલ 201 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 3 ના મોત નિપજ્યા છે.

તાલુકાઓમાં મહુવા ખાતે 6, સિહોર ખાતે 35, તળાજા ખાતે 28, ભાવનગર ગ્રામ્ય ખાતે 19, પાલીતાણા ખાતે 4, જેસર ખાતે 4, વલ્લભીપુર ખાતે 1 તેમજ ઘોઘા ખાતે 10 કેસ મળી કુલ 107 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 333 અને તાલુકાઓમાં 68 કેસ મળી કુલ 401 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 19,121 કેસ પૈકી હાલ 4,285 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 248 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...