કોરોના અપડેટ:કોરોનાના દોઢ વર્ષમાં છેલ્લા 3 માસમાં સૌથી ઓછા 56 કેસ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે શહેરમાં ત્રણ દર્દીઓ કોરોનામુક્ત : એકપણ નવો કેસ નહિ
  • ભાવનગરમાં કોરોનાના આરંભથી 18 માસમાં કુલ 21,460 કેસ નોંધાયા, આ વર્ષે એપ્રિલ-મે બે જ માસમાં 14,264 કેસ નોંધાયેલા

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત માર્ચ-2020થી કોરોનાનો રોગચાળો શરૂ થયા બાદ છેલ્લા એક માસ એટલે સપ્ટેમ્બરમાં શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર 17 કેસ નોંધાયા છે. જો કે તે ગત માસથી 3 કેસ વધુ છે. આમ છતાં 18 માસમાં આ અંતિમ બે માસ એવા રહ્યાં જેમાં સૌથી ઓછા કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ પોઝિટિવ કેસ ગત મે-2021માં 7979 કેસ એટલે કે રોજના 257 કેસની એવરેજ નોંધાઇ હતી જ્યારે હવે વિતેલા છેલ્લા 3 માસમાં કુલ 54 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે 90 દિવસમાં 54 નવા કેસ નોંધાયા હોય રોજનો એક કેસ પણ નથી મળતો . કુલ 21,458 પોઝિટિવ પૈકી 21,152 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ 98.57 ટકા થઇ ગયો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ મળ્યો નથી. ભાવનગર શહેરમાં આજે એક સાથે ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થયા આથી ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ 21,460 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 21,158 દર્દીઓ સાજા થઇ ગયા હોય જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.59 ટકા થઇ ગયો છે. હાલ શહેરમાં એક અને તાલુકા ગ્રામ્ય કક્ષાએ 3 એક્ટીવ દર્દી છે.

આરંભથી અંત સુધી કોરોનાના કેસનું સરવૈયુ

માસપોઝિટિવરોજના કેસ
એપ્રિલ050 કેસ1.40 કેસ
મે070 કેસ2.25 કેસ
જૂન0137 કેસ4.57 કેસ
જુલાઇ1099 કેસ35.45 કેસ
ઓગસ્ટ1482 કેસ47.80 કેસ
સપ્ટેમ્બર1346 કેસ44.84 કેસ
ઓક્ટોબર600 કેસ19.35 કેસ
નવેમ્બર439 કેસ14.63 કેસ
ડિસેમ્બર619 કેસ19.97 કેસ
માસપોઝિટિવરોજના કેસ
જાન્યુઆરી218 કેસ7.03 કેસ
ફેબ્રુઆરી118 કેસ4.21 કેસ
માર્ચ752 કેસ24.26 કેસ
એપ્રિલ6285 કેસ209.5 કેસ
મે7979 કેસ257.4 કેસ
જૂન212 કેસ7.06 કેસ
જુલાઇ023 કેસ0.76 કેસ
ઓગસ્ટ014 કેસ0.46 કેસ
સપ્ટેમ્બર017 કેસ0.60 કેસ

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...