તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ:ઘોઘા ખાતે ભાજપાની કારોબારી બેઠકમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યાં, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રમુખ માસ્ક વગર અને કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યાં

આજરોજ ઘોઘા ખાતે આવેલ માળી જ્ઞાતિની વાડીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકનો કાર્યક્રમ ઘોઘા તાલુકા ભાજપા અધ્યક્ષ અરવિંદભાઈ ડાભીની અધ્યક્ષતામાં યોજાયો હતી. જેમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, સદસ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પરંતુ આ બેઠકમાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકરો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.

કોરોનાની બીજી લહેર માંડ હજી શાંત થઇ છે ત્યાં તો નેતાઓ ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા વાત થઇ રહી છે બીજેપીના નેતા ઓની, આજરોજ ઘોઘા ખાતે કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં નેતાઓ, સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, પણ સોશિયલ ડિસ્ટન્સના લિરેલિરા ઉડયા હતા અને મોટાભાગના માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા, જ્યારે નેતાઓ ભૂલ કરે છે ત્યારે તંત્ર તમાશો જુએ છે પરંતુ જનતા જ્યારે નિયમનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેમના પર દંડ ફટકારવામાં આવે છે. આવી ભેદભાવની નીતિ શા માટે?

ભાજપને લોકોના મૃત્યુથી અને કોરોના સંક્રમણ ફેલાશે તેવો કોઇ જ ડર ના હોય તેમ કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યા છે. એકબાજુ લોકોમાં ત્રીજી લહેરનો ડર છે તો સરકાર તેની તૈયારીઓ કરી રહી છે અને ભાજપના જ નેતાઓ આમ નિયમોનું ઉલ્લઘન કરી રહ્યાં છે.

ભાજપના ભાવનગર જિલ્લા તેમજ ઘોઘા તાલુકાના અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સદસ્યો, સંગઠના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ઘોઘા ગામ ખાતેની કારોબારી બેઠકમાં મંચ પર બેઠેલા નેતાઓએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી નહોતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. એક બાજુ સામાન્ય લોકો માસ્ક વગર નીકળે છે ત્યારે એક હજારનો દંડ વસુલ કરવામાં આવે છે પરંતુ ઘોઘામાં જાણે કોરોના ગાઇડલાઇન ભાજપને લાગુ પડતી નથી તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...