તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોના : બે દિવસમાં સ્મશાનગૃહમાં 31ની અંતિમવિધિ, સરકારી ચોપડે માત્ર એકનું મોત

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં કોરોનાના દર્દીના વિસ્તાર પણ દર્શાવાતા નથી
  • સરકારી તંત્ર દ્વારા કોરોના કો મોરબીડ દર્દીના મોતના આંકડા છુપાવાતા ભારે વિસંગતતા

કોરોનાથી મોતના બનાવોમાં સરકારી દાવાઓની પોકળતા શહેરના સ્મશાનગૃહમાં આવતા કોરોનાના મૃતદેહોએ છતી કરી દીધી છે. શહેરના ત્રણ મુખ્ય સ્મશાનોમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કો-મોરબીડ દર્દીઓના 31ની અંતિમ સંસ્કાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સરકારી ચોપડે છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં કોરોનાથી માત્ર એક વ્યક્તિનું મોત દર્શાવાયું છે. સરકારી ચોપડે કોરોનાથી મોત કો- મોરબીડના મોત હવે દર્શાવાતા નથી.

આથી કોરોનાથી કે કોરોનાની સાથે અન્ય રોગ હોય તેનાથી કુલ કેટલા વ્યક્તિના મોત ભાવનગર શહેર-જિલ્લામાં નિપજ્યાં તેનો ખરો આંકડો મળતો નથી. ભાવનગર શહેરમાં જ છેલ્લા બે દિવસમાં સ્મશાનોમાં કોરોનાથી કે કોરોના સાથે અન્ય રોગ હોય તેવા મૃતદેહોને અંતિમ સંસ્કાર અપાયા તેની માહિતી સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા મેળવવામાં આવતાં ગઈકાલે 15 અને આજે 16 એમ કુલ કોરોના કે કોરોના કો મોરબીડ હોય તેવા 31 મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યારે ગઈકાલે ભાવનગર શહેરમાં સરકારી ચોપડે એક વ્યક્તિનું કોરોનાથી મોત દર્શાવાયું હતું તો આજે એક પણ વ્યક્તિનું મોત કોરોનાથી દર્શાવાયું નથી. આ ઉપરાંત ભાવનગર શહેરમાં કયા વિસ્તારમાંથી કોરોનાના દર્દી મળ્યા છે તેના આંકડા પણ દર્શાવાતા નથી જેથી કયા વિસ્તારમાં કેટલા દર્દી છે તેની જાણકારી નગરજનોને મળતી નથી.

શહેરના સ્મશાનમાં બે દિ’માં અંતિમ સંસ્કારના આંકડા
À તા.5 એપ્રિલ : કુંભારવાડા-5
À ગોરડ - 6 À ચિત્રા - 4 À કુલ 15
À તા. 6 એપ્રિલ કુંભારવાડા- 4
À ગોરડ- 8 À ચિત્રા- 4 À કુલ-16

સિંધુનગર સ્મશાનમાં રોજ સરેરાશ 8 થી 10 અંતિમ સંસ્કાર
કોરોના કાળમાં મૃત્યુંદર ઓછ હોવાના તંત્રના દાવા વચ્ચે શહેરના સ્મશાન ગૃહો કંઈક અલગ વાસ્તવિતા દર્શાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યાની સરેરાશમાં બમણો વધારો થયો છે. એક સપ્તાહ પૂર્વે સિંધુનગર મોક્ષમંદિરમાં સરેરાશ 3થી 4મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવતા હતા છેલ્લા એક અઠવાડિયામાં સરેરાશમાં વધારો નોંધાતા રોજ 8 થી 10 મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો