તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:કોરોના ઈફેક્ટ : તહેવારો માટેની એક્સ્ટ્રા બસોમાંથી 50 ટકા ખાલી

ભાવનગર6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરતથી અહીં આવતા રત્ન કલાકારો અને લોકો પણ એસ.ટીની વધારાની બસોમાં મુસાફરી કરી રહ્યા નથી

એસ.ટી તંત્ર દ્વારા નવી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. અલગ અલગ રૂટ માટે કુલ 39 જેટલી બસો મૂકવામાં આવી હતી. દશામથી મુક્વામા આવેલ આ તમામ બસોમાંથી અડધી બસોમાં પણ અત્યારે ટ્રાફિક જોવા મળી રહ્યો નથી. દિવાળીના તહેવારો ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરત થી ભાવનગર આવતા રત્ન કલાકારો અને ભાવનગર થી સુરત જતા લોકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું ભાવનગર એસ.ટી નાં ડી.સી. પી.એમ પટેલે જણાવ્યું હતું.ભાવનગર થી ગોધરા - દાહોદ થઈને સુરત જતી 50 બસો જરૂરી બનશે તેવી ધારણા હતી પરંતુ ટ્રાફિક નાં ઘટાડાને ધ્યાનમાં રાખીને ફક્ત 25 બસ જ મુસાફરો થી ભરાઈ છે.

સુરત વાળી બસ ભાવનગર, મહુવા વગેરે રસ્તે પાછી પણ ફરતી હોય છે. અત્યારે કોરોના ની ગાઈડ લાઈન મુજબ ફક્ત 75 ટકા લોકો સાથે જ બસ ચાલે છે છતાં ખાલી રહે તો મુસાફરો ની ઉદાસીનતા ચોખ્ખી નજરે ચઢે છે. તહેવારો માં ગામડે કે પોતાને ઘેર જવા પણ લોકો તૈયાર નથી ત્યારે કહી શકાય કે તહેવારોના ઉમંગ ને કોરોના ની નજર લાગી ગઈ છે. આમ કોરોનાની અસર એસ.ટી.ના મુસાફરો પર પણ પડી છે. આથી દર વર્ષ જેવી આવક એસ.ટીને આ વર્ષે થઈ નથી તે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો