તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવેણાને આ જ ઝીરોની જરૂર હતી:કોરોનાની બીજી લહેર પૂરી, 53 દિવસ બાદ કેસો શૂન્ય થયા, 02 મે 658 કેસ, 24 જૂન 0 કેસ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં રિકવરી રેઇટ 98.49 ટકા થઇ ગયો
  • જિલ્લામાં સાત દર્દી કોરોનામુક્ત, શહેરમાં 23 અને ગ્રામ્યમાં 5 દર્દી કોરોનાની સારવારમાં

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મેની બીજી તારીખે દોઢ વર્ષના કોરોનાના ઇતિહાસમાં ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં સર્વાધિક 658 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. 2 મેના આ ઐતિહાસિક 658 કેસના આંકને બરાબર 53 દિવસ વિત્યા બાદ આજે સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો નથી. એટલે કે ભાવનગર જિલ્લામાં કોરોના 53 દિવસમાં સેંકડોમાંથી શૂન્ય પર આવી ગયો છે.

ભાવનગર શહેરમાં આજે એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે 6 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં ચાર પુરૂષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. હાલના સમયે શહેરમાં 23 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 13,986 પોઝિટિવ કેસ મળ્યા અને તેની સામે કુલ 13,803 દર્દીઓ કોરોનામુક્ત થતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.69 ટકા થઇ ગયો છે.

ભાવનગર ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આજે એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યારે એક પુરૂષ દર્દી કોરોનામુક્ત થયા છે. આજ સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ 7408 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેની સામે 7268 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.11 ટકા થઇ ગયો છે. હાલ તાલુકા-ગ્રામ્ય કક્ષાએ માત્ર પાંચ દર્દીઓ કોરનાની સારવારમાં છે.

​​​​​​​ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં આખરે આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. કોરોનામાં હવે ભાવનગર જિલ્લામાં કહી શકાય કે બીજી લહેર શાંત પડી ગઇ છે. આ મહામારીએ બીજી લહેરમાં પ્રકોપ વરસાવ્યા બાદ હવે લહેર શમી ગઇ છે. હવે સમગ્ર જિલ્લામાં 28 જ દર્દીઓ સારવારમાં રહ્યાં છે. આવી સ્થિતિ રહેશેતો આગામી દિવસોમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ શૂન્ય થઇ જશે.

સમગ્ર જિલ્લામાં કોરોનાની 2 મેની સ્થિતિ
તા.2 મેના રોજ ભાવનગર શહેરી વિસ્તારમાં 436 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં કુલ 222 લોકોના કેસ પોઝિટિવ નોંધાયા હતા. બીજી મેએ સમગ્ર જિલ્લામાં 4,054 દર્દીઓ સારવાર હેઠળ હતા.

સમગ્ર જિલ્લામાં કોરોનાની 24 જૂનની સ્થિતિ
ભાવનગર શહેર અને જિલ્લામાં એક પણ નવો પોઝિટિવ કેસ નથી. જ્યારે સમગ્ર જિલ્લામાં માત્ર 28 દર્દીઓ એક્ટિવ છે. એટલે કે આ 53 દિવસમાં એક્ટિવ દર્દીની સંખ્યામાં 4026નો ઘટાડો નોંધાયો છે.

કોવિડ સેન્ટરોમાં 97.75 બેડ ખાલી થઇ ગયા
હોસ્પિટલકુલ બેડભરેલા બેડખાલી બેડખાલી બેડના ટકા
સરકારી867 બેડ33 બેડ834 બેડ96.2 ટકા
ખાનગી1274 બેડ10 બેડ1264 બેડ99.3 ટકા
કુલ2018 બેડ43 બેડ2131 બેડ97.75 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...