કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થયો, આજે 66 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 1 દર્દીનું મોત

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 733 પર પહોંચી
  • આજે 46 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 66 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે દિનપ્રતિદિન કેસો આવી રહ્યાં હતા. તેના કરતાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,170 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 18 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 27 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં એકનું મોત નીપજ્યું હતું,

આજે તળાજા તાલુકામાં કોરોના પોઝિટિવ 8 કેસ આવ્યા

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 18 અને તાલુકાઓમાં 28 કેસ મળી કુલ 46 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમજ મહુવા ખાતે 2, ગારીયાધાર ખાતે 3, ઉમરાળા ખાતે 3, વલ્લભીપુર ખાતે , ભાવનગર ખાતે 10, પાલિતાણા ખાતે 1, ઘોઘા તાલુકામાં 5, સિહોર તાલુકામાં 7 તેમજ તળાજા તાલુકામાં 8 કેસ મળી કુલ 39 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલા છે.

જિલ્લામાં અત્યાર સુધી 283 દર્દીઓનું અવસાન થયેલુ છે

ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21,170 કેસ પૈકી હાલ 733 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 283 દર્દીઓનું અવસાન થયેલુ છે.

જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના રિકવરી રેઇટમાં 26%નો વધારો
હોસ્પિટલોમાં કોરોનાના 75 ટકા બેડ ખાલી
ભાવનગર શહેર અને જિલ્લામાં હવે માત્ર 733 દર્દીઓ કોરોનાની સારવારમાં હોય હોસ્પિટલોમાં કોરોનાના કુલ 2536 બેડ પૈકી હાલ 1900 બેડ ખાલી છે. એટલે કે 74.92 ટકા બેડ ખાલી અને માત્ર 25.08 ટકા બેડ ભરેલા છે. સરકારી હોસ્પિટલોમાં કુલ 975 પૈકી 321 બેડ ભરેલા અને 654 બેડ ખાલી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કુલ 1561 પૈકી 315 બેડ ભરેલા અને 1246 બેડ ખાલી છે.

શહેરથી ગ્રામ્ય કક્ષાએ દોઢ ગણા દર્દી
ભાવનગર શહેરમાં એક સમયે ગામડાથી બમણાથી વધુ એક્ટિવ દર્દીઓ કોરોનાના હતા. પણ હવે હાલત એ છે કે આજની તારીખે ભાવનગર શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 298 છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 435 હોય શહેરની તુલનામાં લગભગ દોઢ ગણા દર્દીઓ કોરોનાની સારવાર તાલુકા મથકો અને ગામડાઓમાં છે.

અન્ય સમાચારો પણ છે...