• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Corona Cases On The Rise In The State And Across The Nation, Including Bhavnagar, Hit The Airlines, Tourism And Travel Agency Industry To Death.

કોરોના ઈફેક્ટ:ભાવનગર સહિત રાજ્ય અને રાષ્ટ્રભરમાં કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ એજન્સી ઉદ્યોગને મરણતોલ ફટકો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ હવાઈ ઉદ્યોગ, ટુર્સ-ટ્રાવેલ સંબંધિત એજન્સી વર્ક છેલ્લા બે વર્ષથી પ્રભાવિત થયેલું છે. કોરોના ની ત્રીજી લહેર આવતાની સાથે 50 ટકા હવાઈ બુકિંગ રદ થવા લાગ્યા છે અને ટુરિઝમ ઉદ્યોગને પણ મરણતોલ ફટકો પડયો છે.આ અંગે વાતચીત કરતાં પરાગ ટ્રાવેલ્સ ના ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે, કોરોના ને કારણે છેલ્લા બે વર્ષથી આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે, હાલ એર ટિકીટો માં 50% ટિકિટો રદ થવા લાગી છે ઉપરાંત નવા બુકિંગ માં પણ 65થી 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

વચ્ચેના સમયગાળામાં બે મહિના સારા ગયા હતા અને એરલાઇન્સ તથા ટૂર- ટુરિઝમ ક્ષેત્રે થોડો સળવળાટ જોવા મળ્યો હતો પરંતુ ત્રીજી લહેર ની શરૂઆત થતાની સાથે જ હવે નાગરિકો કોઈ અગત્યના કામ સિવાય ટ્રાવેલિંગ કરવાનું ટાળી રહ્યા છે.બીજી તરફ બાંદ્રા ભાવનગર ટ્રેન સતત મુસાફરોથી પેક જાતિ અને આવતી હતી. મહારાષ્ટ્રમાં કૂદકે ને ભૂસકે કોરોનાના વધી રહેલા કેસ ને કારણે બાંદ્રા થી ભાવનગર આવતી ટ્રેનનો ટ્રાફિક પણ અગાઉની સરખામણીએ 50 ટકા જેટલો થઈ ગયો છે.

છેલ્લા બે વર્ષથી ઇન્ટરનેશનલ સેવા અનિયમિત છે અને કોરોના ના ડર ને કારણે લોકો પણ દેશમાં ટ્રાવેલિંગ કરવાનું ટાળી રહ્યા છે. ટાળી ન શકાય તેવા કામ હોય ત્યારે જ હવાઈ સેવા નું માધ્યમ પસંદ કરવાનું લોકો યોગ્ય માને છે. આ તમામ ની અસર ગુજરાત ટુરીઝમ ઉપરાંત ટ્રાવેલ્સ એજન્ટ વ્યવસાય પર પણ પડી છે. આવક-જાવકના બે છેડા વચ્ચે સમતોલન જાળવવું તેઓના માટે મુશ્કેલ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...