તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:એક જ સપ્તાહમાં કોરોનાના 53% કેસ વધ્યા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત સપ્તાહે 510 પોઝિટિવ કેસ હતા તે આ સપ્તાહે વધીને 779 થઇ ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના કુલ 165 કેસ નોંધાયા હતા જેમાં શહેર કક્ષાએ 84 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 81 પોઝિટિવ કેસનો ઉમેરો થતા આજ સુધીમાં સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 8212 થઇ ગયા છે જ્યારે 7099 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 86.45 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં સરકારી ચોપડે કોરોનાથી મોત દર્શાવાયું છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મોતનો આંક 76 થઇ ગયો છે.

ગત સપ્તાહે ભાવનગર શહેર, તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ કેસ 510 પોઝિટિવ કેસ હતા તે આ સપ્તાહે વધીને 779 થઇ ગયા છે. એટલે કે એક જ સપ્તાહમાં 52.75 ટકા અેટલે કે એક જ સપ્તાહમાં ટકાવારીમાં 53 ટકાનો વધારો થયો છે. છેલ્લાં ત્રણ જ દિવસમાં ભાવનગર શહેર તથા તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 403 પોઝિટિવ કેસ મળ્યાં છે.

શહેરમાં 5500 પોઝિટિવ કેસનો લક્ષ્યાંક વટાવ્યો
ભાવનગર શહેરમાં કોરોના શરૂ થયા બાદ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસનો આંક 5500ને વટીને આજે 5543 કેસ થઇ ગયા છે. શહેરમાં આજ સુધીમાં 5043 કેસ નોંધાયા છે અને તે પૈકી 4772 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં રિકવરી રેઇટ ઘટીને 86.09 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો