તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાના કેસમાં ડિસેમ્બરમાં દિન-પ્રતિદિન થયેલો વધારો, સારવાર લેતા દર્દીઓની કુલ સંખ્યા 81

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં કોરોના પોઝિટિવના નવા 20 અને ગામડાઓમાં 5 નવા પોઝિટિવ કેસ

ભાવનગર શહેર અને જિલ્લામાં ડિસેમ્બર માસમાં કોરોના પોઝિટિવના કેસ દિન-પ્રતિદિન ધીમી ગતીએ વધી રહ્યાં છે. આ માસના આરંભે જિલ્લામાં કુલ 19 કેસ નોંધાયા હતા તે આજે વધીને 25ને આંબી ગયા હતા. આજે ભાવનગર શહેરમાં 20 અને જિલ્લાના ગામડાઓમાં 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 17 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો હતો અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.સારવાર લેતા દર્દઓની સંખ્યા 81 થઇ છે. જિલ્લામા નોંધાયેલા 5,305 કેસ પૈકી હાલ 81 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,148 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

ભાવનગર જિલ્લામા આજરોજ 25 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,305 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 16 પુરૂષ અને 4 મહિલા મળી કુલ 20 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાના સોનગઢ ગામ 1, મહુવા ખાતે 3 તથા મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 3 એમ કુલ 17 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

4 દિવસમાં કેસમાં વધારો

તારીખપોઝિટિવ કેસ
4 ડિસેમ્બર25 કેસ
3 ડિસેમ્બર20 કેસ
2 ડિસેમ્બર18 કેસ
1 ડિસેમ્બર19 કેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો