તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારના સારા સમાચાર:વિક્રમના નવા વર્ષના પ્રથમ માસમાં કોરોનાના કેસમાં 22.38%નો ઘટાડો, આ માસમાં કોરોનાના રોજ સરેરાશ કેસ ઘટીને14.33 કેસ નોંધાયા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગર જિલ્લામાં ગત માસમાં કુલ 554 પોઝિટિવ કેસ મળેલા તે આ માસના અંતે ઘટીને 430 થઇ ગયા

ભાવનગર જિલ્લામાં ગત તા.26 માર્ચ,2020ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ 6 માસથી દર મહિને પોઝિટિવ કેસની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જતી હતી પણ આખરે ગત સપ્ટેમ્બર માસમાં આ કેસ વધવાની સાંકળ તૂટી હતી અને આ નવેમ્બર મહિનો જે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનો પ્રથમ મહિનો હતો જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના કેસ વધ્યા પરંતુ ભાવનગર જિલ્લા માટે સારા સમાચાર એ છે કે આ નવેમ્બર માસ દરમિયાન ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા કેસ ઘટયા છે.

નવેમ્બર માસમાં ઓક્ટોબર માસની તુલનામાં પોઝિટિવ કેસની સંખ્યામાં 22.38 ટકાનો ઘટાડો થયો છે. જે સુખદ સમાચાર છે. કારણ કે રોગચાળામાં જુલાઇ માસ વિત્યા પછી ત્રણ માસના અંતે પ્રથમ વખત એક માસમાં કેસ ચાર આંકડાને બદલે ત્રણ આંકડામાં અવી ગયા છે. ગત ઓક્ટોબર માસમાં કુલ 554 પોઝિટિવ કેસ મળેલા તે આ માસના અંતે ઘટીને 430 થઇ ગયા છે.નવેમ્બર માસ પૂર્ણ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 554 કેસ નોંધાયા છે. એટલે કે રોજના સરેરાશ પોઝિટિવ કેસ 17.87 લેખે નોંધાયા છે. જ્યારે ગત માસમાં રોજની જિલ્લાની આ એવરેજ 44.86 કેસની હતી.

એક માસમાં એકનું મોત : કો-મોરબીડ મોત જાહેર કરો
ભાવનગર જિલ્લામાં આ નવેમ્બર માસમાં માત્ર એક વ્યક્તિનું કોરોનાથી મોત દર્શાવાયું છે. જો કે આમાં અન્ય રોગ હોય અને સાથે કોરોના હોય તો મોત થયું હોય તેના આંકડા સામેલ નથી. આ એક સામાન્ય માનવીને ન સમજાય તેવી બાબત છે. ખરેખર તંત્રએ કોરોનાથી મોત અને અન્ય રોગ સાથે કોરોનાથી મોત એમ બન્ને આંકડા આપવા જોઇએ.

એક માસમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 10 દર્દીનો વધારો
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત માસના અંતે કોરોના પોઝિટિવની સારવાર લેતા દર્દીઓની કુલ સંખ્યા 54 હતી તે આ માસના અંતે 10 વધીને ઘટીને 64 થઇ ગઇ છે. આ એક નકારાત્મક પાસું નવેમ્બર મહિનામાં કોરોનાના રોગચાળામાં નોંધાયું છે.

જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 21 દર્દીઓ થયા કોરોનામુક્ત
ભાવનગર જિલ્લામાં આજે 26 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,348 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 14 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 18 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 1, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે 2, વલ્લભીપુર ખાતે 1, સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે 1, સિહોર ખાતે 1, ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામ ખાતે 1 તથા તળાજા ખાતે 1 કેસ મળી કુલ 8 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકાના 16 તેમજ તાલુકાઓના 5 એમ કુલ 21 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 5,348 કેસ પૈકી હાલ 84 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,188 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનું અવસાન થયેલ છે.

ભાવનગર શહેરમાં માસ્ક ડ્રાઈવ
શહેરમાં મહાનગર પાલિકા દ્વારા માસ્ક ડ્રાઇવ યોજી માસ્ક વગર રોડ પર નીકળેલ 15 વ્યક્તિઓ પાસેથી રૂ.15,000નો દંડ વસુલાયો હતો જ્યારે પોલીસની માસ્ક ડ્રાઇવ દરમિયાન દંડ ન ભરવા દલીલ કરતા તેમજ રીક્ષામાં બે થી વધુ પેસેન્જર બેસાડનાર ચાલક સહિત 19 વ્યક્તિ સામે પોલીસે કલમ 188 તળે જાહેરનામા ભંગ બદલનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો