ભાવનગર કોરોના LIVE‌‌‌::ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 235 કેસ નોંધાયા, 35 દર્દીઓએ કોરોનાને માત આપી, 1નું મોત

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 769 અને ગ્રામ્યમાં 37 દર્દીઓ મળી કુલ 899 એક્ટિવ કેસ

ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં દરરોજ વધતાં જતાં સંક્રમણને પગલે તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે 235 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. ભાવનગર શહેરમાં આજે 198 નવા કેસ નોંધાયા હતા. જેમાં 103 પુરુષનો અને 95 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 35 દર્દીઓ કોરોનાને માત આપી હતી. જયારે ગ્રામ્યમાં પણ 37 કેસ નોંધાયા હતા. જેમાં 23 પુરુષનો અને 14 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક દર્દીનું કોરોનાનું મોત નીપજ્યું હતું.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 35 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 35 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આજે ભાવનગર શહેરમાં 198 કેસ નોંધાતા શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 769 પર પહોચી છે. જ્યારે ગ્રામ્યમાં 130 દર્દી મળી કુલ 899 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 22 હજાર 574 કેસ પૈકી હાલ 899 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 301 દર્દીઓનું અવસાન થયું છે.

ભાવનગર મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સહિત 8 વિદ્યાર્થીઓ, 2 વકીલો કોરોનાની ઝપેટમાં
જે શહેરમાં 198 કેસ નોંધાયા છે જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, સરદારનગર ગુરુકુળ ધોરણ -11માં એક વિદ્યાર્થી અને ઘોરણ 10માં અભ્યાસ કરતો 2 વિદ્યાર્થી, નૈમિષારણ્ય શાળા ઘોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સેન્ટ ઝેવિયર્સ ઘોરણ 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સિલ્વર બેલ્સ શાળા ઘોરણ 4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, કેપીઈએસ કોલેજ અભ્યાસ કરતો વિદ્યાર્થી, સહજાનંદ કોલેજ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, જ્ઞાનમંજરી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, 2 વકીલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટનો એક સેક્રેટરી, સર ટી હોસ્પિટલ નો એક બ્રધર સ્ટાફ, પ્રાઈવેટ હોસ્પિટલનો એક સ્ટાફ સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા,

અન્ય સમાચારો પણ છે...