તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે 33 નવા કેસ, 2 મોત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 589 પર પહોંચી
  • આજે 40 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 33 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે દિનપ્રતિદિન કેસો આવી રહ્યાં હતા તેના કરતાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,220 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 13 પુરૂષ અને 5 સ્ત્રી મળી કુલ 18 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

મહુવા ખાતે 3, ગારીયાધાર ખાતે 1, જેસર ખાતે 1, ભાવનગર ખાતે 2, પાલિતાણા ખાતે 1, ઘોઘા તાલુકામાં 2, સિહોર તાલુકામાં 3 તેમજ તળાજા તાલુકામાં 2 કેસ મળી કુલ 15 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલા છે. ઘોઘાના ઘોઘા ગામે 23 વર્ષીય પુરુષનું મોત થયું છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 9 અને તાલુકાઓમાં 31 કેસ મળી કુલ 40 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21,220 કેસ પૈકી હાલ 589 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 286 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...