તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:કોરોનાનાં કારણે ગૃહિણી બની ઉદ્યોગ સાહસિક, ભાવનગરની ગૃહિણીએ 50 હજાર ML આલ્કોહોલ ફ્રી સેનેટાઈઝરને ઘરે ઘરે પહોંચાડ્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગરમાં કોરોના દરમિયાન મેડિકલ સ્ટાફ , પોલીસ ડીપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ સોલ્ટ જેવી રિસર્ચ સંસ્થા દ્વારા તો ઉત્તમ કામગીરી કરવામાં આવી જ છે સાથોસાથ ભાવનગર ની એક મહિલા એન્ત્રપ્રરીન્યોર દ્વારા પણ આલ્કોહોલ ફ્રી સેનેટાઈઝર ને ઘર ઘર પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે. તેઓ પોતાની એ.ઝેડ 14 કેર કંપની હેઠળ અત્યાર સુધીમાં 50 હજાર મિલી આલ્કોહોલ ફ્રી સેનેટાઈઝર વેચી ચૂક્યા છે. તેમને એક 100 એમ.એલ બોટલ ની કિંમત 50 રૂપિયા રાખી છે જેથી લોકો તેને ખરીદી શકે.

બસિરાબાનુ વરતેજી પોતે 37 વર્ષના એક સામાન્ય ગૃહિણી હતા. જ્યારે લોક ડાઉન થયું અને તેઓ સેનેટાઈઝર ની પણ વહેંચણી કરતા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે આલ્કોહોલ નું પ્રમાણ હોવાના લીધે મુસ્લિમ અને સ્વામિનારાયણ ધર્મમાં માનતા લોકોઆનો ઉપયોગ નથી કરી શકતા. મહિલાઓને આલ્કોહોલ વાળા સેનેટાઈઝર નો ઉપયોગ કરીને કામ પણ કરવાનું હોય છે અને આલ્કોહોલ ખૂબ જ્વલનશીલ હોવાથી ઘણું જોખમ પણ રહેલું છે.

આ ઉપરાંત આલ્કોહોલ કોઈપણ વસ્તુમાંથી પાણી શોષી લેવાની પ્રકૃતિ ધરાવે છે. માટે આવા સેનેટાઈઝર નો ઉપયોગ કરવાથી હાથ ભેજરહિત થાય છે અને પરિણામે ત્વચા સૂકી બને છે. સેન્ટ્રલ સોલ્ટમાં તે સમયે આલ્કોહોલ ફ્રી સેનેટાઈઝરનું સંશોધન ચાલતું હતું. આ ટેકનોલોજી બસિરાબાનુ દ્વારા ખરીદવામાં આવી હતી. ત્યારબાદ સેનેટાઈઝર ને કોવિડ બેક્ટો નામ આપીને ભાવનગર નાં મેડિકલ માં માંગ મુજબ પહોંચાડવામાં આવ્યું હતું. આ સેનેટાઈઝર કોરોના સિવાય પણ ઈ.કોલાઈ, કલેબસિયેલા ન્યૂમોનિયાની અલગ અલગ સ્ટ્રેઇનને પણ માટે છે.

ધર્મગ્રંથોમાંથી આલ્કોહોલ વિનાનું વાપરવાની પ્રેરણા મળી
હું છેલ્લા ત્રણ વર્ષથી ઘરે જ પોતાની જાતે સાબુ, શેમ્પૂ, તેલ વગેરે બનાવું છું. મને કુરાન અને અન્ય ધર્મગ્રંથો કે જેમાં કઈ સીઝન માં શું ખાવું, કેમિકલ વગરની વસ્તુઓનો ઉપયોગ કરવો વગેરે લખવામાં આવ્યું છે તેના પરથી પ્રેરણા લેવી ગમે છે. લોક ડાઉન બાદ અમારે આલ્કોહોલ ની બનાવટ માટે એક જગ્યા રાખવી પડી અને મશીનો લાવવામાં આવ્યા. હવે ત્યાં જ સેનેટાઈઝર બનાવવામાં આવે છે. > બસિરાબાનુ વરતેજી, મહિલા એન્ત્રપ્રરીન્યોર

હાઇડ્રોજન પેરોકસાઈડ વિના સેનેટાઈઝર બનાવ્યું
આલ્કોહોલ ફ્રી સેનેટાઈઝર જ્યારે સેન્ટ્રલ સોલ્ટ દ્વારા બનાવવામાં આવ્યું ત્યારે તેને એકવાસિલ નામ આપવામાં આવ્યું હતું. ખૂબ ઓછા ખર્ચે હાઇડ્રોજન પેરોકસાઈડ વિના આ સેનેટાઈઝર બનાવટ થઈ છે. કોષ માટે બિનઝેરી હોવાની સાથે સાથે આ સેનેટાઈઝર કોરોના વાઇરસ ને 20 સેકંડ માં 100 ટકા મારી શકે છે તેવું સાબિત થઈ ચૂક્યું છે. જેના તમામ ટેસ્ટ ટ્રાનઝીશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સિટયુટ દ્વારા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો