તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીની પીછેહટ:કોરોનાના એક્ટિવ દર્દી 96% ઘટ્યા ડેન્ગ્યુના કેસમાં આ વર્ષે 94%નો ઘટાડો

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સર ટી. હોસ્પિટલમાં કોરોનાના 205 દર્દીઓ હતા તે ઘટીને 9 થઈ ગયા
 • રોગના કહેર સામે હવે શાંતિની લહેર
 • ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ડેન્ગ્યુના 86 કેસ નોંધાયા હતા તે આ વર્ષે ઘટીને 8 થઈ ગયા

ભાવનગરમાં મહામારીનો કહેર ઘટયો હોવાના સમાચાર છે જેમાં કોરોનાના એકસમયે સર ટી. હોસ્પિટલમાં 205 દર્દી હતા તે 96% ઘટીને 9 થઈ ગયા છે જ્યારે ગત વર્ષે ડેન્ગ્યુના 86 કેસ હતા તે આ વર્ષે 94% ઘટીને 6 થઈ ગયા છે. ભાવનગર માં કોરોના નો કહેર હવે એકદમ કાબૂમાં છે. ગઇકાલે આખા ભાવનગરમાં ફક્ત ત્રણ કોરોના નાં કેસ નોંધાયા હતા. પરંતુ એક સમય હતો જ્યારે કોરોના વોર્ડમાં એક સાથે 205 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જ્યારે કોરોના ની પરિસ્થિતિ ભાવનગર માં કાબૂ બહાર હતી ત્યારે કોરોના નાં દર્દીઓનો રાફડો ફાટયો હતો અને હોસ્પિટલ માં બેડ ખાલી નહોતા , અન્ય રોગોની સારવાર માટે પણ કોઈ આવવા તૈયાર નહોતું. પરંતુ અત્યારે સર.ટી ખાતે ફક્ત 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડેન્ગ્યુ ફીવર નાં દર્દીઓનો આંકડો 500 થી વધારે રહ્યો હોય છે. ગયા વર્ષે લગભગ બધું બંધ રહેવાથી આ આંકડો સીધો 100 થી ઓછો થઈ ગયો હતો.અત્યારે સર. ટી હોસ્પિટલ માં આ મહિના ની શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં ડેન્ગ્યુ ફીવર નાં લગભગ ફક્ત 8 દર્દીઓ છે. 2020 નાં વર્ષની શરૂઆત થી લઈને અંત સુધીમાં કુલ 86 દર્દીઓ સમગ્ર જિલ્લામાં નોંધાયા હતાં.આ 86 દર્દીઓમાંથી 58 દર્દીઓ મહાનગરપાલિકા વિસ્તારમાં અને 28 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા.

જ્યારે આ આંકડાની સરખામણી 2019 નાં આંકડાઓ સાથે કરીએ તો તેમાં સમય જતા કેટલો ઘટાડો થયો છે તે સમજી શકાય. 2019 માં ગ્રામ્ય વિસ્તારો માં દર્દીઓનો આંકડો 142 નો છે જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં 407 દર્દીઓ જોવા મળ્યા હતા. એટલેકે 2019 માં 549 જેટલા ડેન્ગ્યુ નાં દર્દીઓ હતા અને આ આંકડો 2020 માં ફક્ત 86 દર્દીઓનો જ હતો. દર્દીઓ ઘટવા પાછળનું સૌથી મોટું કારણ લોકોની ઘટેલી અવરજવર અને સંક્રમિત લોકોનું પણ અહીં ન આવવું ગણી શકાય. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ હવે આ આંકડો એટલોને એટલો જ રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

જિલ્લામાં હિપેટાઈટીસનાં દર્દીઓમાં ત્રણ ગણો વધારો
ભાવનગર માં કમળો એટલે કે વાઇરલ હિપેટાઈટીસ નાં દર્દીઓ ની સંખ્યામાં કોરોના કાળ દરમિયાન સૌથી વધુ વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં 2019 માં તેના દર્દીઓ 348 હતા જ્યારે 2020 માં આ દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયેલ છે અને દર્દીઓની સંખ્યા 981 એ પહોંચી છે. સમગ્ર જિલ્લામાં દર્દીઓની આટલી સંખ્યા ખરેખર ચિંતાજનક વિષય છે.

હવે સ્કૂલો પણ શરૂ થઈ હોય મહામારીને હળવેથી ન લો
કોરોના ની રસી આવી ગઈ છે પરંતુ કોરોના હજી નથી ગયો. હાલ તમામ લોકોએ સોશીયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવાનું શરૂ રાખવું પડશે. કોલેજો શરૂ થઈ ગઈ છે. ધીરે ધીરે પ્રાથમિક વર્ગોની સ્કૂલ પણ શરૂ થવાની છે ત્યારે કોરોના ની મહામારી હળવેથી લઈને નહિ ચાલે. - ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક, સર ટી જનરલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો