કોરોના ગ્રહણ:હાથબના 12 વર્ષીય કિશોરને કોરોના : નિરમા કોલોનીમાં 22 વર્ષીય યુવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ગયેલા ડોકટરને કોરોના પોઝિટિવ
  • કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ

આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં ભાવનગરમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 119ને આંબી ગઇ છે.  ભાવનગરમાં સર્જરી વિભાગના 25 વર્ષીય રેસિડેન્ટ ડોકટર રોહન સચદેવને ગત તા.12 મેના રોજ ભાવનગરથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં ફરજ માટે મોકલાયા હતા અને 19 મે સુધી ફરજ ત્યાં ફરજ બજાવ્યાં બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા 19 મેના રોજ અમદાવાદની હોટલ પ્રાઇડમાં કોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા.
14 દર્દી સર તખ્તસિંહજી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવારમાં
હવે 25 મેને સોમવારે ભાવનગર આવ્યાં હતા અને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓનું સેમ્પલ લેવામાં આવ્યા બાદ આજે તેઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે ભાવનગર નજીકના હાથબ ગામે મહાદેશ પાછળ રહેતા 12 વર્ષના આકાશ પ્રવિણભાઇ ધાપાના સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા આ કિશોરનો કોરનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાથબ ગામના બાળકને કઇ રીતે કોરનાનો ચેપ લાગ્યો તેની હિસ્ટ્રી શોધવામાં આવી રહી છે. આજના બે કેસ સાથે કુલ આંક 118ને આંબી ગયો છે જેમાં 8ના મોત થયા છે, 96 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને બાકીના 14 દર્દી સર તખ્તસિંહજી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવારમાં છે. આજે ત્રીજો કેસ વરતેજ પાસેની િનરમા કોલોનીમાં નોંધાયો છે જેમાં 22 વર્ષીય મુદીત નરેશભાઈ પુરાણી કે જે 23મી તારીખે અમદાવાદથી પરત આવ્યો હતો. તેના પિતા અમદાવાદમાં જ હતા અને 24મી તારીખે પુરાણીભાઈ ભાવનગર આવી ગયા પછી અમદાવાદમાં ટેસ્ટ થયાનો પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને બાદમાં  ભાવનગરમાં આ ત્રીજો કેસ નોંધાયો હતો.

7 માસના બાળકે કોરોના સામે જીત્યો જંગ
ફરિયાદકાના વતની એવા માનવ સાગરભાઈ ધામેચા નામના 7 માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તા.16 મે ના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા બાદ 10માં દિવસે આ બાળકે કોરનાને પરાજિત કર્યો હતો. આ ઉપરાંત તળાજાના 40 વર્ષીય મુક્તાબેન બાંભણીયા પણ કોરોનામુક્ત થતા જિલ્લાના કુલ 119  પોઝીટીવ કેસ પૈકી કુલ 96 દર્દીઓ કોરોના પર વિજય મેળવવામા સફળ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...