ભાવનગરમાં રાંધણ ગેસ વાપરતા મધ્યમ વર્ગ પર ભાવ વધારાનો વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો છે. એલપીજી ધારકોને એક સિલિન્ટર એવરેજ એક માસ ચાલતો હોવાની ધારણા કરીને ગણતરી કરીએ તો એક વર્ષમાં ભાવ રૂ.817થી વધીને હવે 1007 થઇ ગયો છે.એટલે ભાવનગરમાં એક વર્ષમાં ગેસના સિલીન્ડરના ભાવમાં 23.26 ટકાનો વધારો થયો છે.
ભાવનગરમાં 1,20,000 ગ્રાહકો છે તેમ ગેસ એજન્સી એસો.એ જણાવ્યું હતું. દર મહિને રૂ.2,28,00,000નું ભારણ વધ્યું છે. ખાદ્યતેલ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ, દૂધ સહિતની ચીજવસ્તુઓમાં ભાવવધારાથી મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. કરકસર કરે તો કેમાં કરે તે સવાલ જાગ્યો છે. તેમાં હવે નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષણ ખર્ચમાં વધારો ઝીંકાશે તેનો બોજો વધશે.
છેલ્લાં બે માસ પહેલા ગેસનાં બાટલાની કિંમતમાં 107 રૂપિયાનો વધારો કરવામાં ઝીંકાયો છે અને એક વર્ષમાં રૂ.190નો વધારો થયો છે. જેથી મધ્યમ વર્ગ માટે મોંઘવારીનો માર અસહ્ય થતો જાય છે. અત્યારે ભાવનગરમાં ગેસનાં બાટલાનો વપરાશ કરતા 1.20 લાખથી વધારે લોકો છે.
રાંધણગેસના બાટલાનો ઉપયોગ કરતા હજારો નાગરિકોને હવેથી એક વર્ષે રૂ.190 અને છેલ્લાં બે માસમાં જ 107 રૂપિયાનું ભારણ વધ્યું છે. સામાન્ય વ્યક્તિના ઘરમાં ગેસનો બાટલો 1 મહિના જેટલું ચાલતો હોય છે. જે ઘરોમાં સંયુક્ત કુટુંબો હોય અને 1 મહિનાથી ઓછા સમયમાં બાટલાનો વપરાશ થાય તો તેમનું ભારણ ક્યાં પૂછવું ?
કોરોનાકાળમાં રાંધણગેસના સિલિન્ડરમાં મળતી સબસિડી બંધ કર્યા બાદ છેલ્લાં એક વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં સાત વખત ભાવ વધારો થયો છે. ગત એપ્રિલ-મે માસ દરમિયાન બાટલાનો ભાવ રૂ.817 હતો તે વધીને 100ની સપાટીને આંબી ગયો છે. જેથી ભાવનગરમાં ગેર ધારકોને દર મહિને રૂ.2.28 કરોડનું ભારણ વધ્યું છે.
ક્યા ક્યા વિસ્તારોમાં PNG નથી ?
ભાવનગર શહેરમાં હજી સુધી શહેરના મુખ્ય વિસ્તારો હલુરિયા, વોરાબજાર, ક્રેસન્ટ, દિવાનપરા રોડ, વડવા, પીરછલ્લા, ખારગેટ, કણબીવાડ, ખેડૂતવાસ, આંબાચોક, રેલવે સ્ટેશન રોડ, લોખંડ બજાર સહિતના વિસ્તારોમાં હજી પાઇપલાઇનથી ગેસની લાઇન આવી નથી. આથી આ વિસ્તારમાં રહેતા લોકોને સોંઘા પડતા આ પીએનજી ગેસને બદલે મોંઘા થયેલા એલપીજીના સિલિન્ડર વાપરવાની
ફરજ પડે છે.
1 વર્ષમાં થયેલો ભાવ વધારો | |
મહિનો | વધારો |
મે | રૂ.50 |
એપ્રિલ | રૂ.50 |
ઓક્ટોબર | રૂ.15 |
સપ્ટેમ્બર | રૂ.25 |
ઓગસ્ટ | રૂ.25 |
જુલાઇ | રૂ.25 |
એક પછી એક ભાવ વધારો
કમર્શિયલ ગેસ-સિલિન્ડરનો ભાવ રૂ.2362
ભાવનગરમાં હજી 6 દિવસ પહેલા ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો. 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર કરાયેલા આ. ભાવમાં વધારા પછી વાદળી કલરના રંગના આ સિલિન્ડરની નવી કિંમત ભાવનગરમાં હવે 2362 રૂપિયા છે. આ પહેલાં એની કિંમત 2253 રૂપિયા છે. - હરેશભાઈ, સીતારામ ગેસ એજન્સી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.