તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોના કાળમાં અસરગ્રસ્ત લોકોને રાંધેલું ભોજન પિરસાયું

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અક્ષયપાત્ર સંસ્થા દ્રારા ભાવનગરમાં
  • જરૂરીયાતમંદોને 15,000થી વધુ કરીયાણા કીટની સહાય, કિચન નેટવર્ક દ્વારા શાળાઓ સુધી પહોંચ્યા

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અક્ષયપાત્ર દ્વારા બાળકોને ભોજન પીરસવામાં આવે છે. અક્ષયપાત્રએ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન (એમડીએમ) સ્કીમ લાગુ પાડવા માટે સૌપ્રથમ કિચનની સ્થાપના કરી હતી. આજે અક્ષયપાત્ર રાજ્યમાં ભાવનગર સહિત 7 મોટા શહેરોમાં કામ કરે છે જેમાં ભાવનગર ઉપરાંત વડોદરા, અમદાવાદ, સુરત, કલોલ તથા જામનગરનો સમાવેશ થાય છે કિચનના નેટવર્ક દ્વારા 1,724 શાળાઓના 3 લાખથી વધુ બાળકો સુધી પહોંચ્યા છે.

જગમોહન ક્રિશ્નન દાસા, ગુજરાત રિજીયોનલ પ્રેસિડન્ટ, અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંચાલિત અક્ષય પાત્રએ લગભગ 20 વર્ષ પૂરા કર્યા છે અને 3 અબજ ભોજન પીરસ્યુ છે. અક્ષય પાત્રની શરૂઆત ભારતમાં કોઇ પણ બાળક ભૂખને કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. સંસ્થા 4 અબજ સંચિત ભોજનના લક્ષ્યની નજીક છે. માર્ચ 2020 થી દેશભરમાં ખાદ્ય રાહત આપી રહ્યા છે. 15 એપ્રિલ 2021 સુધીમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ અને ભાવનગરમાં 96 લાખથી વધુ રાંધેલુ ભોજન અને 15,000થી વધુ કરિયાણા કીટ, 6.57 લાખથી વધુ ભોજન સર્વિંગ પીરસાય છે. સાથોસાથ, આ સ્થળોએ 1 લાખ હેપીનેસ કિટ્સ આપી છે.

કોરોનાના સમયગાળા દરમિયાન, દેશભરમાં આશરે 12.5 કરોડથી વધુ ભોજન પીરસ્યું છે. જેમાં 6 કરોડથી વધુ રાંધેલુ ભોજન, 10 લાખ કરિયાણાની કીટ અને 10 લાખથી વધુ હેપીનેસ કીટસ સામેલ છે.હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અક્ષયપાત્ર દ્નારા ગુજરાતના શહેરોમાં રાહત કામગીરી પુરી પાડવામાં આવી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ભણતરને પણ અસરના થાય તેને ધ્યાનમાં રાખીને હેપીનેસ કીટની પણ શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...