તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોરોનાના કહેર વચ્ચે આવતીકાલે શિક્ષકોના વિકલ્પ કેમ્પથી વિવાદ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જવા માટે શિક્ષણ સમિતિની કચેરીએ કેમ્પનું કરાયું આયોજન

ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે સરકારે સરકારી કચેરીઓ તેમજ અન્ય વ્યવસાયો પર ખાસ નિયંત્રણો લાદ્યા છે. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી તા. 6ઠ્ઠીના રોજ શિક્ષકોના વિકલ્પ કેમ્પનું આયોજન કરાયું છે જેથી વિવાદ ઉભો થયો છે.

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે જાહેરનામુ બહાર પાડી લોકો એકઠા ન થાય તે માટે નિયંત્રણો લાદ્યા છે. સરકારી કચેરીઓમાં પણ અરજદારો રજૂઆતકર્તાઓને પાબંધી ફરમાવેલી છે. કર્મચારીઓને પણ 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો હુકમ કરાયો છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકો માટે વિકલ્પ કેમ્પ યોજ્યો છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જવા માટે શિક્ષકો અને વિદ્યા સહાયકો દ્વારા તાજેતરમાં વિકલ્પ પત્રો રજૂ કરાયા હતા. ત્યારબાદ હવે આગામી 6ઠ્ઠી મેના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ શિક્ષકો અને વિદ્યા સહાયકોનો વિકલ્પ કેમ્પ યોજશે. આવી પરિસ્થિતિમાં યોજાતા કેમ્પે વિવાદ જગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો