હોબાળો:ભાવનગર ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં કોંગી MLAનો ફોટો પોસ્ટ થતાં વિવાદ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રુપમાં હલ્લાબોલ થતા શેર કરનારો લેફ્ટ થઈ ગયો
  • પ્રદેશના અગ્રણી જે ગ્રુપમાં એડમીન છે તેમાં તળાજાના કોંગ્રેસના નગરસેવકે મેવાણીનો ફોટો શેર કર્યો હતો

વિધાનસભાની ચુંટણી નજીક આવતી જાય તેમ તેમ રાજકીય વિવાદો પણ વકરી રહ્યા છે. સામાજિક કલ્યાણ મંત્રીના એડમીન વાળા ભાવનગર જિલ્લાના વોટ્સએપ ગ્રુપમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ફોટા શેર કરતા સોશિયલ મીડિયાના ગ્રુપમાં ભારે હોબાળો મચ્યો હતો. જોકે અંતે મેવાણી નો ફોટો શેર કરનારે ફોટો હટાવી હતી.

સોશિયલ મીડિયાનાં જમાનામાં ઘણી વખત પોસ્ટ કરવામાં પણ ભારે થઈ પડે છે. પ્રદેશ સામાજિક કલ્યાણ મંત્રી પ્રદીપ પરમારના એડમીન વાળા ભાવનગર SCM વોટસએપ ગ્રુપમાં તળાજાના નગરસેવકે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથેનો પોતાનો ફોટો શેર કરતા ગ્રુપના અન્ય સભ્યો ચકિત થઈ ગયા હતા. અને શેર કરનારની વિરુદ્ધમાં મેસેજોની પણ રમખાણ મચી હતી.

અંતે શેર કરનારને પોતાની ભૂલ સમજાતા તેઓએ મેવાણી નો ફોટો ડિલીટ મારી મા ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયો હતો. ભાજપના એસસી મોરચા માટે બનાવેલા સોશિયલ મીડિયાના ગ્રુપમાં તળાજાના કોંગ્રેસના નગરસેવક દ્વારા જીગ્નેશ મેવાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. ત્યારે તળાજાના કોંગ્રેસના નગરસેવકને ભાજપના ગ્રુપમાં કોણે એડ કર્યો તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે.

તેવીજ રીતે ભાવનગર શહેરના એક ભાજપના કાર્યકર દ્વારા પણ દિલ્હીની હનુમાનજીની મૂર્તિ સાથે અરવિંદ કેજરીવાલના બેનર સાથે નું ડીપી મુકાતા તેમાં પણ વિવાદ સર્જાયો હતો અને અંતે કાર્યકર દ્વારા ડીપીને બદલાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા થોડા દિવસોથી એસ.સી. મોરચામાં આ ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...