વિવાદ:મહુવામાં સિટીંગ ધારાસભ્યને કાપવાનો વિવાદ યથાવત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પક્ષ દ્વારા ધારાસભ્યના નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં
  • સમર્થક અપક્ષમાંથી ચૂંટણી લડશે, મકવાણાએ નિર્ણયનો કર્યો સ્વીકાર

મહુવા વિધાનસભા બેઠકમાં વર્તમાન ધારાસભ્યને કાપી પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપતા ભાજપના સ્થાનિક સંગઠન અને કાર્યકરોમાં નારાજગી ફેલાયેલી છે. અને પક્ષમાંથી રાજીનામા માટે પણ નિર્ણય કર્યો છે પરંતુ પક્ષ દ્વારા ઉમેદવાર બદલવા કોઈ નિર્ણય નહી કરાતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે અપક્ષમાંથી ઝંપલાવવાની તૈયારી દેખાડી છે.

મહુવા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાવનાબેન મકવાણા અને તેના પતિ આર.સી. મકવાણા ધારાસભ્ય પદે હતા. પરંતુ આ વખતે ભાજપ દ્વારા આર.સી.મકવાણાને કાપી પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ગોહિલને ટિકિટ આપતા આર.સી. મકવાણાના સમર્થકોમાં નારાજગી ફેલાયેલી છે. અને મહુવાના સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો સહિતનાએ પક્ષમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરતા ભારે વિવાદ સર્જાયો છે. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા રાજીનામાં આપવા તૈયારી દેખાડી હોવા છતાં ઉમેદવારોને નહિ બદલાવતા મકવાણાની નજીક ગણાતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય દુલાભાઈ ઓઘડભાઈ ભાલીયા અપેક્ષમાંથી ચૂંટણી લડશેનું જ‍ાહેર કર્યું છે.

જ્યારે બીજી તરફ મહુવાના સીટીંગ ધારાસભ્ય આર.સી.મકવાણાએ તેમને ટિકિટ નહીં આપતા સર્જાયેલા વિવાદ સંદર્ભે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષો થી ભાજપ સાથે જોડાયેલાો છું. ધારાસભ્ય, મંત્રીપદ, સંગઠનમાં અનેક જવાબદારીઓ પક્ષે આપી છે. જેથી પક્ષનો નિર્ણય સ્વીકારું છું અને પક્ષ માટે જ કામ કરતો રહીશનું જણાવ્યું છે. જોકે, ભાજપ પક્ષના ઉમેદવાર માટેના નિર્ણય વિરોધમાં આર.સી. મકવાણાના સમર્થકો જ જઈને રાજીનામા સુધી પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...