અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માં આવેલા જહાજમાંથી નીકળેલી 350 સિગરેટ કાર્ટૂનના મુદ્દે કસ્ટમના બે કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ થતા મામલો કમિશ્નોરેટ ઓફિસમાં પહોંચ્યો છે. આને તપાસ શરૂ થઈ છે. નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં અલંગના પ્લોટ નંબર 21 ખાતે આવેલું એલપીજી ટેન્કર રામાગાસનુ ભાવનગર કસ્ટમના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બોર્ડિંગ અને રૂમેજીગ કરવામાં આવ્યું હતું. જહાજમાં વધારાનો સિગારેટ અને દારૂનો જથ્થો કસ્ટમને નિયત ફોર્મમાં ડિકલેરેશન આપી અને પરત કરવાનો હોય છે.
પરંતુ જહાજ પર ફરજ પરના અધિકારીઓએ યુક્તિપૂર્વક એક કોરા કાગળમાં જહાજના કેપ્ટનનું ડેકલેરેશન લીધું હતું અને અન્ય એક કાગળમાં સિગરેટનો જથ્થો સરેન્ડર કરવામાં આવે છે તેવું લખાણ સિક્કા સાથે લેવામાં આવ્યું હતું. સલામત રીતે ભાવનગર સુધી 350 કાર્ટૂનનો જથ્થો પહોંચી ગયા બાદ કસ્ટમના અધિકારીઓ કર્મચારીઓની દાઢ ડણકી હતી અને જહાજમાં કોઈ સિગરેટ નથી તેવું કોરા કાગળ પર લેવામાં આવેલા સહી-સિક્કા નિવેદન દર્શાવી અને સરન્ડર કરવામાં આવેલો જથ્થો પગ કરી ગયો હતો.
જહાજ પર હાજર બે કસ્ટમ કર્મચારીઓ વચ્ચે ભાગબટાઈમાં પ્રશ્નો ઉપસ્થિત થતા સમગ્ર મામલો જામનગર કમિશનર કચેરીમાં પહોંચ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.