તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:માઢિયામાં બે વર્ષ પહેલા નાખેલા બ્લોક ઉખાડી ગટરનું કામ કરતા થયો વિવાદ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક જ સ્થળે બબ્બે ગટરના કામથી અનેક શંકા

ભાવનગર તાલુકાના માઢીયા ગામે હજુ એકાદ બે વર્ષ પહેલા પેવિંગ બ્લોક નાખ્યા બાદ હવે તેને ઉખાડી અંદાજે બારેક લાખના ખર્ચે ગટર લાઈન નાખે છે. ગટર અને પાણીની લાઈનનું કામ બાકી નહીં હોવાનું પ્રમાણપત્ર આપ્યા બાદ જ બ્લોક નાખવામાં આવે છે ત્યારે સરકારની સુચનાની પણ એસીતેસી કરવામાં આવી છે. ભાવનગર તાલુકાના માઢીયા ગામે હાલમાં સમગ્ર ગામમાં નાખેલા પેવિંગ બ્લોકને ઉખેેડી કાઢી ગટર લાઈનની ખોદાણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જો ગટર લાઇનનું કામ બાકી હતું તો પેવિંગ બ્લોક નાખી શકાય જ નહીં. કારણકે, પેવિંગ બ્લોક નાખતા પહેલા ગટર કે પાણીની લાઈનનું કામ બાકી નહીં હોવાનું તલાટી અને સરપંચનું પ્રમાણપત્ર લેવામાં આવે છે. બે વર્ષ પૂર્વે ગામમાં બ્લોક નાખ્યા હતા અને હાલમાં જ્યાં ગટર લાઈનના કામ થાય છે ત્યાં બે વર્ષ પહેલા ગટર લાઈન નાખવામાં આવી જ હતી. એક જ સ્થળ પર ગટરના બબ્બે કામ કરવામાં આવે છે. જેથી માઢીયા ગામના વિકાસ કામોમાં અનેક શંકા-કુશંકા પ્રવત્તિ રહી છે. એસીબી કેસમાં માઢિયાના સરપંચ અને તેના પતિ જેલમાં હતા હમણાં છૂટયા છે અને હાલમાં સસ્પેન્ડ છે.

તપાસ કરી પગલા લેવાશે
માઢીયા ગામે હાલમાં પેવિંગ બ્લોક કાઢીને ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. તમામ રેકર્ડ ચેક કરવામાં આવશે. તપાસ બાદ જવાબદાર સામે પગલા ભરાશે. > પાર્થ મિશ્રા, ટીડીઓ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો