તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:ભાવનગરના દેવગણા ગામમાં કોરોના સંક્રમણ પર મેળવાયો કાબૂ, યુવા સરપંચના પ્રયાસોથી હાથ લાગી સફળતા

ભાવનગર3 મહિનો પહેલા
  • ગામના ટેકનોસેવી સરપંચે કોરોના સામેની લડતની અન્ય ગામને રાહ ચિંધી

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના 10 હજારની વસતી ધરાવતાં દેવગાણા ગામમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી ગામના યુવા સરપંચે અન્ય ગામોને નવી રાહ ચિંધી છે.

કોરોનાનું સંક્રમણ રોકવા ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગકોરોના સંક્રમણના પગલે ગામનાં દરેક ઘરના વડા અને ઘરના વડીલોનું ‘વ્હોટ્સ એપ’ ગૃપ બનાવીને તેમાં ગામમાં થનાર તમામ પ્રવૃત્તિઓની વિગત મૂકતાં હતાં, આ સિવાય કોરોનાને લગતાં ઉપચાર, સારવાર તથા સમાચારની વિગતો પણ આ ગૃપમાં મૂકતાં હતાં, આનાથી ગામ લોકોને ગામમાં થનાર પ્રવત્તિની અગાઉથી જાણ થતાં બીજા દિવસે થનાર પ્રવૃત્તિમાં ભાગ લેનાર ગ્રામજનોની સંખ્યા વધુ રહેતી હતી, આજે ટેક્નોલોજી દ્વારા એક જ સંદેશાથી ગમે ત્યારે ગામ લોકોને મેસેજ આપી શકાય તે માટે આ વ્હોટ્સ એપ ગૃપ બનાવ્યું છે. જેથી લોકોને ભેગાં કર્યા સિવાય ગામ લોકોને તેઓ ઘર, ખેતર ગમે ત્યાં હોય ત્યાં માહિતી મળી જાય. આમ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને તમામ લોકોને જાગૃત પણ કરી શકાય.

આ ઉપરાંત કોરોના સામે રક્ષણ મળે તે માટે ‘કોવેક્સિન રસી’ આપવાં માટે ગામમાં આવેલાં 10 વોર્ડ દીઠ પંચાયતના સભ્યની નિમણૂંક કરી જે-તે વોર્ડમાં જાગૃતિ લાવવાની જવાબદારી આ સભ્યોને સોંપી હતી, એક બાજુ ટેક્નોલોજીનો ઉપયોગ તેમજ ગામલોકોના સહયોગની બેવડી રીત દ્વારા દેવગાણા ગામે મેનેજમેન્ટના નિષ્ણાતો પણ પ્રેરણા લે તે રીતે આધુનિક સાથે પરંપરાગત પધ્ધતિનો સમન્વય સાધીને 100 ટકા રસીકરણની સિધ્ધિ મેળવવાં તરફ અગ્રેસર થવાનો માર્ગ પકડ્યો છે.

રસીકરણના પ્રથમ તબક્કામાં 100 ટકા રસીકરણ પૂર્ણ
જેના પરિણામે રાજ્ય સરકારે શરૂ કરેલાં પ્રથમ રસીકરણ અભિયાન અંતર્ગત દેવગાણા ગામમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે, આ ઉપરાંત બીજા તબક્કામાં ગામના 85 ટકા લોકોએ રસીકરણ કરાવી લીધેલ છે, બાકી રહેલાં 15 ટકા ગામ લોકોનું આગામી 5 દિવસમાં રસીકરણ કરી દેવામાં આવશે, આમ, અમારું ગામ 100 ટકા રસીકરણ કરાવ્યું હોય તેવાં રાજ્યના જૂજ ગામોમાં સમાવેશ પામશે તેમ જણાવ્યું હતું.

ગામમાં હાલ ફક્ત 5 એક્ટિવ કેસ
કોરોનાને હરાવવાની રણનીતિ અંગે તેઓ કહે છે કે, કોરોનાની શરૂઆતથી જ ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરી દીધું હતું, તેથી ગામના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી રહી હતી, ગામમાં આ મહામારીને લીધે 150 લોકો સંક્રમિત થયાં, અત્યારે ગામમાં માત્ર 5 લોકો જ કોરોનાથી પ્રભાવિત છે અને તેઓની પણ તબિયત સારી છે.

પી.ટી.સી. થયેલાં સરપંચ શિક્ષણનું મહત્વ જાણીતા હતાં તેથી ગામના આગેવાનો સાથે ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં 5 વિદ્યાર્થીઓને આ કામ માટે ઉભા રાખતાં હતાં, જેથી તેઓ ગામ લોકોને સમજાવીને ઉકાળો લેવાનું મહત્વ સમજાવી શકે, આ ઉપરાંત ગામમાં પંચાયતના ખર્ચે બે વખત સમગ્ર ગામમાં દવાનો છંટકાવ પણ કર્યો છે.

રસીકરણને લઈ લોકોમાં રહેલી અંધશ્રદ્ધાઓ દૂર કરી
ગામ લોકો મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે તેઓ જાતે લોકોને પંચાયત ઘરે બોલાવીને સમજાવતાં હતાં, ઘણાં લોકો અંધશ્રધ્ધાને કારણે રસી લેવાં માંગતાં નહોતાં તો તેવાં લોકોને પણ ‘તમે રસી લઇ લો, તમને કંઇ થાય તો અમે બેઠાં છીએ’ તેઓ ભરોસો આપીને મહત્તમ રસીકરણ થાય તેના પર ભાર મૂક્યો હતો, કોરોનાને હરાવવાં માટે રસીકરણ એ જ અમોઘ શસ્ત્ર છે ત્યારે ગામનો એક પણ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહી જાય તેવી કટિબધ્ધતાથી કાર્ય કરવાથી અમારું ગામ 100 ટકા રસીકરણની અનેરી સિધ્ધિ મેળવશે,

સરપંચે સ્વખર્ચે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યું
દેવગણાના સરપંચ ભાવેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીથી બચાવવાં માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘મારું ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત દેવગાણા ગામે બી.બી. શાહ હાઈસ્કૂલ ખાતે 12 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે આ મે મારા ખર્ચે જાતે ઉભી કરી છે, આ આઇસોલેશન સેન્ટર ખાતે ટાણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા દિવસમાં સવાર- સાંજ બે વખત મુલાકાત લેવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ગામ લોકોને દવા આપવામાં આવે છે.

ગામના આગેવાન અભેસંગભાઇ ચૌહાણ કહે છે કે, ગ્રામજનોની સ્વયંશિસ્ત અને સમજદારીપૂર્વકના વર્તનને કારણે અમારું ગામ કોરોનાથી બચી શક્યું છે ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ સૂત્ર થકી લોકો વધુમાં વધુ બહાર ન નીકળે તે માટેના પ્રયત્નો હાથ ધરવાં સાથે પંચાયત દ્વારા આખા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત વધારેમાં વધારે લોકો માસ્ક પહેરે તે અંગે વોટ્સઅપ મિડિયા થકી જાણ કરી રહ્યાં છીએ અને પંચાયત દ્વારા બનતાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે, દેવગાણા ગામમાં કોરોનાના કેસ ન વધે તે માટે જરૂરિયાત મુજબ જ ગામની કરિયાણાની દૂકાન ખોલવામાં આવે છે અને બપોર બાદ ગામમાં સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...