ભાવનગર મહાનગરપાલિકાનો વિસ્તાર વધતો જાય છે પરંતુ સફાઈ કામદારોના અભાવને કારણે નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી. વર્ષ 2020ના મંજૂર થયેલા સેટ અપ કરતા પણ 347 સફાઈ કામદારોની ઘટ છે. કોર્પોરેશનમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોનો કોર્પોરેશનમાં સમાવેશ થયાને પણ સાત વર્ષ થવા છતાં હજુ સફાઈની સુવિધાથી વંચિત છે. જેથી છ ભળેલા ગામના વિસ્તારમાં રૂ.2.06 કરોડનો સફાઇ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
ભાવનગર કોર્પોરેશનમાં જ મોટાભાગના વિભાગોમાં ખાનગીકરણ થઈ ગયું છે. કોન્ટ્રાક્ટ બેઈઝ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના ઘણાં વોર્ડમાં ડ્રેનેજ મેન્ટેનન્સનો તો કોન્ટ્રાક્ટ અપાતો હતો પરંતુ હવે સફાઇના પણ કોન્ટ્રાક્ટ આપવાના શરૂ કરાયા છે. એક તરફ કોર્પોરેશનના વિસ્તાર અને સેટઅપ મુજબ સફાઈ કામદારોની સંખ્યા ઓછી છે. સતત ગંદકીની ફરિયાદ આવતી રહે છે. જેથી સફાઈ કામદારોની સંખ્યા વધારવાને બદલે સફાઈ કામગીરીનું ખાનગીકરણ કરવાનો શાસકોએ નિર્ણય કર્યો છે.
કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા સાત વર્ષમાં ભળેલા ગ્રામ્ય વિસ્તારો જેવા કે, નારી, રુવા, તરસમિયા, અકવાડા, સીદસર અને અધેવાડામાં સફાઈ કામગીરી માટે ત્રણ ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેને આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવશે. છ ગ્રામ્ય વિસ્તારોમાં 32 સફાઈ કામદારો દ્વારા સફાઈની કામગીરી કરવા માટે ત્રણ વર્ષ માટે 2 કરોડથી પણ વધુ ખર્ચે ખાનગીકરણ કરવામાં આવશે.
ક્યાં ગામમાં કેટલો ખર્ચ | ||
ગામ | રકમ | કામદાર |
નારી | 39,29,234 | 5 |
રૂવા-અકવાડા | ||
તરસમીયા | 67,84,155 | 12 |
સિદસર | 47,44,920 | 7 |
અધેવાડા | 51,52,896 | 8 |
કુલ | 2,06,11,205 | 32 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.