તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ધોરણ 12ની જેમ ધો.9થી 11નું શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ કરો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરેલી માંગ
  • ટ્યુશન ક્લાસીસ, મોલ અને સિનેગૃહો શરૂ થઇ ગયા હોય શિક્ષણ પણ શરૂ કરો

આજે ગુજરાતમાં ધો.12થી કોલેજ કક્ષાએ ઓફલાઇન વર્ગો ચાલુ કરવા મંજૂરી અપાઇ છે ત્યારે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ધો.9થી ધો.11માં પણ શાળામાં વિદ્યાર્થીઓને માટે વર્ગમાં શિક્ષણ ચાલુ કરવાની બહાલી આપવા અનુરોધ કરાયો છે. હાલ જ્યારે કોરોના કાબૂમાં આવ્યો છે અને સરકારે ટ્યૂશન ક્લાસીસ, મોલ, સિનેગૃહો અને ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ આપી દીધી છે ત્યારે કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ધો.9થી ધો.11માં ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવા અનુરોધ કરાયો છે.

મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતુ કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી તે રીતે હવે શાળાઓ ફરીથી શરૂ થવી જોઇએ. સરકારે ટ્યૂશન ક્લાસીસને ચાલુ કરવાની મંજૂરી આપી છે ત્યારે ટ્યુશન ક્લાસીસની સરખામણીએ શાળાઓના વર્ગખંડો, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધુ સારી હોય છે તેથી કોવિડ ગાઇડલાઇનનું સારી રીતે પાલન થઇ શકે ઉપરાંત પ્રત્યક્ષ શિક્ષણમાં 15 માસ જેટલું નુકશાન થયું છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યનો નિર્ણય કરીને વધુ વિલંબ કર્યા વગર શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...