તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્માણ:પાણીની ગુણવત્તા સુધારતા સોલાર એરેટરનું નિર્માણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાન મંજરીનાવિદ્યાર્થીઓએ બનાવેલું સોલાર એરેટર પાણીની ગુણવત્તા સુધારવા ઉપયોગી

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં વિશ્વભ૨ના અબજો લોકોના સારા ભવિષ્ય માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ નામની યોજના બનાવી જેમાં 17 સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ નક્કી કરાયા છે. આ લક્ષ્યાંકોને હાંસલ કરવાના ભાગ રૂપે જ્ઞાનમંજરી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના મિકેનીકલ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સોલાર એરેટર બનાવવામાં આવ્યું.

આ સોલાર એરેટર દ્વારા સૌર ઊર્જાનો ઉપયોગ કરી પાણીમાં ઓક્સિજનની સંતૃપ્તિમાં વધારો કરી શકાય છે, પાણીમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડી શકાય છે, પાણીનું યોગ્ય તાપમાન જાળવી શકાય છે,પાણીમાં મચ્છર અને અન્ય જળચર મિજ ઉપદ્રવને ઘટાડી શકાય છે અને પાણીમાં રહેલા અનિચ્છનીય ડીસોલ્વ્ડ ગેસની દુર્ગંધ નાબુદ કરી શકાય છે જેનાથી જળચર પ્રાણીઓ અને ઇકોસીસ્ટમનું સંરક્ષણ કરી શકાય છે. આ સોલાર એરેટરના ઉપયાગથી મત્સ્ય ઉદ્યોગમાંક્રાંતિ સર્જાવાની શક્યતા છે. હાલના સમયમાં માર્કેટમાં વિવિધ સોલાર એરેટર ઉપલબ્ધ છે પણ આ એરેટરનું મુખ્ય આકર્ષણ એ છે કે તે કિંમતમાં અત્યંત કિફાયતી હોવા ઉપરાંત તેમાં જો તમે તળાવના માપ અને જળચર પ્રાણીની વિગત આપો તો બાકીના બધા પેરામીટર પોતાની જાતે નક્કી કરીલે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો