નોકરી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશી:શામળદાસ કોલેજમાં સાંજના વર્ગો શરૂ કરવા થતી વિચારણા, કુલપતિનો છાત્રોના હિતમાં હકારાત્મક અભિગમ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શામળદાસ કોલેજમાં બી.એ.ના સાંજના વર્ગો શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે. યુનિવર્સિટીના કુલપતિએ પણ આ અંગે હકારાત્મક અભિગમ દાખવી કોલેજ તરફથી માંગણી કરાશે તો ઈ.સી.માં આની મંજૂરી મંગાશે તેમ જણાવ્યું હતું.

MKB યુનિ.ના નવા વિદ્યાર્થીઓ દ્વારા સમાજશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર તથા ભાષાની માંગ રહેવા પામી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તથા નોકરી કરતા વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગી બી.એ માટે શામળદાસ કોલેજ રહે છે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે નજીકમાં જ સરકારી સમરસ હોસ્ટેલની સુવિધા છે.

શામળદાસ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.જે.બી ગોહિલના જણાવ્યાં મુજબ, સાંજના વર્ગો શરૂ કરાય તો ત્યાં પ્રવેશ લેવા ઇચ્છુક તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય તેમ છે. દરમ્યાનમાં MKB યુનિ.ના કાર્યકારી કુલપતિ ડૉ.એમ.એમ. ત્રિવેદીએ જણાવ્યું કે, અત્રે કોઈ રજૂઆત સાંજની કોલેજ શરૂ કરવા માટેની મળેલ નથી.

જો તેવી રજૂઆત મળશે તો ઈ.સી.ની બેઠકમાં પ્રશ્ન મૂકાશે અને વિદ્યાર્થીની માંગ તથા સ્ટાફની ઉપલબ્ધતા િવગેરે ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...