કાર્યક્રમ:રસ્તાઓની દુર્દશા બાબતે આજે કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ પહેલા થયેલો રોડ ધોવાઇ ગયો
  • બપોરે બાર વાગે શહેરમાં દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગરના રસ્તાઓની દુર્દશાના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમનું આવતી કાલ તા.3 ઓક્રટોબરને રવિવારે બપોરે બાર વાગે દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે આયોજન કરવામાં આવ્યું છે.કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે વેરો ભાવનગરમાં લેવામાં આવે છે, ત્યારે સૌથી વધુ ભ્રષ્ટાચાર પણ ભાવનગરમાં થાય છે.

કારણ કે દસ દિવસ પહેલા થયેલા રોડ વરસાદને કારણે મોટા મોટા ખાડા થઇ જાય અને ધૂળ નીકળે, ધૂળની ડમરી ઉડે છે.આનાથી વિશેષ બીજો ભ્રષ્ટાચાર કોઇ હોઇ શકે નહીં.કોર્પોરેશનમાં ફરિયાદ કરો તો ગેરેન્ટી પિરિયડ માં રોડને થિંગડા મારવાનું કામ કરી લોકોને મૂર્ખ બનાવવા માં આવે છે,તેમ પ્રમુખ પ્રકાશ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...