તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:બોરતળાવના દબાણોના ધરણાના 1 વર્ષે 1 ઈંટ ના ખસી ત્યાં કાળીયાબીડ માટે કોંગ્રેસના ધરણા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવતીકાલે કોર્પોરેશનમાં કોંગ્રેસના પ્રતિક ધરણા
 • કોંગ્રેસે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું 72 કલાકે કોર્પોરેશન પ્રત્યે કુણું વલણ દાખવ્યું, રજા અને બંધનું બહાનું

કોંગ્રેસ વિરોધ તો કરે છે પરંતુ તેના નક્કર પરિણામ સુધી લડત નહીં આપી હથિયારો હેઠા મુકી દે છે. જેના અનેક દાખલાઓ વચ્ચે દબાણ હટાવવાનો મુદ્દો તાજો છે. એક વર્ષ પૂર્વે બોરતળાવના દબાણો હટાવવા ધરણા સહિતનું રાજકીય સ્ટંટ કર્યું હતું. ખાતરી માત્રથી વિરોધનો સંકેલો કર્યો હતો પરંતુ વર્ષ થયું દબાણ ની એક પણ ખસી નથી ત્યાં કાળિયાબીડમાં દબાણ હટાવવા આગામી 9મીએ પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે.

ભાવનગર શહેરના અનેક પડતર પ્રશ્નો પ્રજાને પરેશાન કરી રહ્યા છે. પરંતુ શાસક સત્તાના નશામાં ચકચૂર જ્યારે વિરોધ પક્ષ પ્રજાના પ્રશ્ને પડખે ઊભા રહેવામાં ગોત્યે હાથ આવતા નથી. રાજકીય રીતે જોવા જઈએ તો પણ વિરોધ પક્ષ પાસે વિરોધ કરવા માટે પ્રજાના અનેક મુદ્દાઓ પડ્યા છે. પ્રજાના પ્રશ્નો ઉપાડી નિરાકરણ ન આવે તે પહેલા તો પડતો મૂકાય જાય છે. દબાણ હટાવવાની બેધારી નીતિના વિરોધમાં દબાણ હટાવવા માટે ગત 4થી ડિસેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી 24 કલાકનો સમય તંત્રને આપ્યો હતો.

24 કલાકના અલ્ટીમેટમને 72 કલાકનો સમય પસાર થઈ ગયો. તંત્ર માટે સહાનુભૂતિ હોય તે રીતે કોંગ્રેસ શનિ-રવિ હોવાથી કાર્યવાહી કરવામાં ન આવી તેમજ આવતીકાલે મંગળવારે ભારત બંધનું એલાન હોવાથી તા.9મીને બુધવારે સવારે 11 કલાકે કમિશનર કચેરી સામે પ્રતિક ધરણા કરવામાં અને તેમ છતાં દબાણો નહીં હટે તો આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી પણ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા જ બોરતળાવના દબાણો હટાવવા 19 મી ડિસેમ્બરના રોજ બે કલાકના ધરણા યોજ્યા હતા. શાસકોએ ખાતરી આપતા ધરણા સંકેલી લીધા બાદ 24મી ડિસેમ્બરે બોરતળાવના દબાણોનું તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. સ્થળ પર દબાણોનો સ્વીકાર પણ થયો. પરંતુ એક વર્ષ થયું હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. ત્યારે કાળિયાબીડના દબાણોના મામલે કોંગ્રેસ નક્કર પરિણામ લાવશે કે પાછા પગલાં કરશે? તેવો પ્રજામાં પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો