તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:દબાણ મામલે કોર્પો.ની બેધારી નીતિ સામે કોંગ્રેસનું આવેદન

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાળીયાબીડમાં મોટા માથાના દબાણો યથાવત
 • 24 કલાકનો સમય અન્યથા આમરણાંત અનશન

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવી રહ્યાં છે તેનો અમે વિરોધ કરતા નથી તેમ ભાવનગર શહેર કોંગ્રેસ કમિટિ દ્વારા જણાવી શહેરમાં કોર્પોરેશન દ્વારા એકને ગોળ અને એકને ખોળ જેવી બેધારી નીતિનો અમે વિરોધ કરીએ છીએ તેમ જણાવ્યું છે. આ મામલે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 4 ડિસેમ્બરને શુક્રવારે સાંજે 4.30 કલાકે પક્ષના સભ્યો કાર્યાલય, સાગર કોમ્પલેક્સ, જશોનાથ ખાતે ઉપસ્થિત રહેશે અને બાદમાં મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવી નાના અને ગરીબ લોકોના દબાણો કેમ દુર કરવામાં આવે છે તો સામે કાળીયાબીડમાં મોટા માથાના દબાણો કેમ દુર કરતા નથી તેવી રજૂઆત કરાશે. આ બાબતે 24 કલાકનો સમય આપવામાં આવશે.

શહેર કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વખતોવખત રજૂઆત કરવામાં આવી છે ત્યારે આશ્વાસનરૂપી મુદ્દતો આપી હતી પણ કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આવી બેધારી નીતિ 24 કલાકમાં અટાવવામાં કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આ દબાણો નહીં હટાવાય ત્યાં સુધી અન્ય કોઇ દબાણ હટાવવા દેવામાં આવશે નહી. આ પ્રકરણે આવેદનપત્ર અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો