તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતી દેખાતા કોંગ્રેસ પણ મેદાનમાં ઉતર્યું છે. ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા આજે પ્રદેશ નિરીક્ષકો ભાવનગર આવ્યા હતા અને સ્થાનિક કક્ષાના પ્રશ્નો, સૂચનો માટે આહવાન કર્યું હતું. જેમાં ટેક્સમાં ઘટાડો, રોડમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને કંસારા પ્રોજેક્ટ પૂરો કરવા સહિતના મુદ્દાઓનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા સૂચનો થયા હતા. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ દ્વારા ચૂંટણી મેનિફેસ્ટો( ઢંઢેરો) તૈયાર કરવા પ્રદેશ નીતિના નિરીક્ષકોએ આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી.
જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ નગરસેવકો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનમાં ચૂંટણી લડવા કોંગ્રેસના 345 આગેવાનો,કાર્યકરોએ ટિકીટ માગી છે. જ્યારે આજની બેઠકમાં 50 થી 60 આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ભાવનગરને સ્પર્શતા પડતર પ્રશ્નોને હલ કરવા, હાઉસ ટેક્ષ હળવો કરવા સહિતની જુદી જુદી સમસ્યાઓના ઉકેલ કરવાની ખાત્રી ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીમાં પ્રજાને ક્યાં મુદ્દે આંબા આંબલી ?
હાઉસ ટેક્સમાં ઘટાડો કરાશે, વહીવટી ચાર્જ કરવામાં આવશે, સરકારી શાળાના 1 થી 7 ધોરણના વિદ્યાર્થીઓને કોર્પોરેશન તરફથી 500 રૂપિયા સ્કોલરશીપ, ભયંકર રોગમાં મેયર ફંડમાંથી સહાય , કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ પૂર્ણ કરાશે , ઢોરના પ્રશ્નનો ઉકેલ આવશે, રોડમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા નવા નિયમો, શહેરમાં ઇંગ્લીશ મીડીયમની સરકારી અદ્યતન સ્કૂલ, નવા ભળેલા ગામમાં જ્યાં સુધી સંપૂર્ણ પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી વેરા નાબુદ અથવા જૂના વેરો, મહિલાના નામે મિલકત હોય તેને હાઉસ ટેક્સમાં વધુ રિબેટ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.