વિરોધ:હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ધરણા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરોજગારો સાથે સરકારની મજાક
  • કલેકટર ઓફિસ ખાતે સરકારના આ છબરડાનો વિરોધ કરવા કોંગીજનો આજે ધરણા પર બેસશે

ગુજરાતમાં હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે લઇ હાલમાં સમગ્ર રાજ્યમાં વિવાદ શરૂ થઇ ગયો છે. ત્યારે ભાવનગર કોંગ્રેસ દ્વારા આ છબરડાના વિરોધમાં આવતી કાલ તા.20 ડિસેમ્બરને સોમવારે સવારે 11 કલાકે સામૂહિક ધરણાનો કાર્યક્રમ ભાવનગર કલેકટર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે.

કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે ભાજપની સરકારની બેદરકારીથી આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. જેથી રાજ્યના લાખો બેરોજગારો હાલાકી અને અરાજકતાનો ભોગ બની રહ્યાં છે. આ બેરોજગારોને પરીક્ષા આપવા માટે ખર્ચ થયો છે ઉપરાંત સમયનો દુર્વ્યય અને ભારે હાલાકીનો ભોગ બન્યા છે. ભાજપના ખોટા વહીવટના કારણે આ પેપર લીક થતા ઘણા યુવાનો હતાશ થયા છે. ઘણા સમયથી ભરતીની પ્રક્રિયામાં કોઇને કોઇ અડચણ આવી રહી છે. હવે પેપર લીક થતા પ્રક્રિયા ગુંચવાડામાં ફસાઇ જતાં ફરીવાર ઉમેદવારોમાં નિરાશામાં છવાઇ છે.

રાજ્યની ભાજપ સરકાર બેરોજગારો અને યુવાનો માટે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પુરાવો છે. આ ગંભીર અને ગુન્હાહિત છબરડા સામે ઘરણામાં હાજર રહેવા ભાવનગર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...