રજૂઆત:કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ સાથે કોંગ્રેસની રેલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાજાના ચિત્રવાળા ટીશર્ટ પહેરી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે

અખંડ ભારતની રચના માટે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ 563 રજવાડામાં રાષ્ટ્રને રાજ્ય અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.18ના રોજ મહારજાના ચિત્રવાળા ટીશર્ટ પહેરી પગપાળા કલેક્ટરને રજૂઆત કરશે.

ભાવનગરના મહારાજાએ પ્રજાને પીવાના પાણી માટે બોરતળાવ અને ગંગાજળીયા તળાવ, આરોગ્ય માટે સર ટી.હોસ્પિટલ, શિક્ષણ માટે માજીરાજ કન્યા શાળા, કુમાર શાળા, શામળદાસ કોલેજ, સાયન્સ કોલેજ, આર્યુવેદ કોલેજ, મંદિરોમાં તખતેશ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ, ગંગાદેરી, જેવા અનેક ધાર્મિક સ્થળોના નિર્માણ ઉપરાંત સમગ્ર એશિયામાં તેઓની દીર્ઘ દ્રષ્ટિ થી ગટર લાઇન આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અને લોકોને હરવા ફરવા માટે પિલગાર્ડન, મોતીબાગ, મહિલા બાગ, જેવા બગીચા બનાવ્યા હતા. તેમજ રેલવે લાઇન અને લોકોની સુખાકારી માટેના કાર્યો કરેલા છે. આવા પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન થી નવાજવામાં આવે તેવી ભાવનગરના નાગરિકો તેમજ ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા લાગણી તેમજ માંગણી છે. અને તે લાગણી સરકાર સુધી પહોંચાડવા ત‍ા.18 ને બુધવારે સાંજે 4:30 કલાકે મહારાજ કૃષ્ણકુમારસિંહજીના ટીશર્ટ પહેરી મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા, નિલમબાગ સર્કલ થી કલેકટર ઓફિસ પગપાળા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...