તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસના ધરણા

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા પાંચ મહિનામાં 43 વખત ભાવ વધારો
  • કલેકટર કચેરી સામેના પેટ્રોલ પંપ સામે દેખાવો

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં આવતા આવતીકાલ તારીખ 11 ના રોજ કલેકટર કચેરી સામે દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજશે. કોરોના સહિતની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા પાંચ માસમાં 43 વખત ભાવ વધારો થયો છે.

છેલ્લા 13 માસમાં પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે. જેને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ તારીખ 11 ને સવારે 11 કલાકે કલેકટર કચેરી સામેના પેટ્રોલ પમ્પ સામે દેખાવો કરી કલેકટર કચેરી સામે ધરણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...