તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાડામાર તૈયારી:ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી સંદર્ભે કૉંગ્રેસની બેઠક મળી, ચુંટણી ક્યા મુદ્દે લડવી જોઇએ તે અંગે ચર્ચા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર સહિત રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે તમામ રાજકિય પક્ષોએ તાડામાર તૈયારીઓ શરૂ કરી દિધી છે. આગામી ફેબ્રુઆરી માસમાં ભાવનગર મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સહિતની સ્વરાજ્યની ચુંટણીઓ યોજાઇ તેવી શક્યતાઓ છે. જેને લઇને સ્થાનિક કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા અને પરામર્શ કરી ચુંટણી ક્યા મુદ્દે લડવી જોઇએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પત્રની સાથે એક બ્લેક પેપર પણ જાહેર કરાશે
આ બેઠકમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરક્ષક રાજુભાઇ પરમાર, હિરેનભાઇ બેન્કર, નિમેશભાઇ શાહ, સહિતનાં કોંગી આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. તેમાં રાજુભાઇ પરમારે જણાવ્યું હતું કે, આગામી મહાનગર પાલિકાની ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પત્રની સાથે એક બ્લેક પેપર પણ જાહેર કરાશે. જેમાં ગત પાંચ વર્ષમાં સત્તાધારી ભાજપ પક્ષે ચુંટણી વેળાએ આપેલા વચનો અને જાહેર કરેલા કામો થયા નહીં હોય તેનો ઉલ્લેખ કરાશે.

સ્થાનિક પ્રશ્નો કોંગ્રેસના આગેવાનો રજુ કર્યા
કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતાઓ, ખેડુતોનાં કૃષિ કાયદા સહિતનાં પ્રશ્નો, નોટબંધી સ્થાનિક લેવલે નળ, ગટર, રસ્તા, લાઇટ, સહિતના પ્રશ્નો ભ્રષ્ટાચારનો મુદ્દો, ભરતી, કૌભાંડો, જાહેર કરાશે. રાજ્ય કક્ષાના પ્રશ્નો અને સ્થાનિક લેવલના અસરકારક પ્રશ્નો હવે ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે. જેમાં ખાસ કરીને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો એ રજુ કરેલા પ્રશ્નો અને સુચનોને ધ્યાન સમક્ષ રાખી કોંગ્રેસ પક્ષ ચુંટણી ઢંઢેરો જાહેર કરશે. આજે મળેલી કોંગ્રેસની બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મ્યુની. વિપક્ષના પૂર્વ નેતા ભરતભાઇ બુધેલીયા, જયદિપસિંહ ગોહિલ, પૂર્વ નગરસેવકો, કોંગ્રેસના તમામ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ભાઇઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો