તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલરોકો આંદોલનનો મામલો:આંદોલનકારીઓ સામે થયેલા કેસને લઈ આવતીકાલે કૉંગ્રેસના આગેવાનો રેલવે સમક્ષ હાજર થશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંદોલન સમયની તસ્વીર - Divya Bhaskar
આંદોલન સમયની તસ્વીર
  • અંબરીશ ડેરના સમર્થનમાં રેલરોકી વિરોધ પ્રદર્શિત કરાયો હતો

રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર રાજુલાની જનતાની સુખાકારી માટે રેલવે ની પડતર જમીન જનતા માટે ઉપયોગી થાય અને રાજુલાની જનતાનો વિકાસ થાય તે માટે 16 દિવસ સુધી રેલવે તંત્ર સામે ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને રેલ રોકો જેવા આંદોલન કરેલ જેના સમર્થનમાં વિવિધ શહેરો અને ગ્રામ્ય પંથકે પણ આવેદનપત્રો તેમજ ઉપવાસ આંદોલન કરવામાં આવેલ ભાવનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ડીઆરએમને આવેદનપત્ર આપવા ઉપરાંત રેલ રોકો આંદોલન કરેલ જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો સામે રેલ્વે દ્વારા કરાયેલા કેસો અંગે આવતીકાલે કોંગ્રેસના આગેવાનો રેલવે સમક્ષ હાજર થવા જશે.

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જ્યારે આંદોલન શરૂ હતું ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા આંદોલનના સમર્થન માં અને હાદનગર અક્ષરપાર્કના રસ્તા માટે રેલવે DRMને આવેદન પત્ર તેમજ રેલ રોકો આંદોલન કરેલ હતું. ત્યારે રેલવે તંત્ર દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતીના કાર્યકરો પર જનતાના પ્રશ્ને આંદોલન કરી રહેલ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, જીતુભાઇ ઉપાધ્યાય, મહિલા કોંગ્રેસ પ્રમુખ પારુલબેન ત્રિવેદી સહિત, આગેવાનો , કાર્યકરો પર ફરીયાદ કરેલ તેના અનુસંધાને તમામ આગેવાનો, કાર્યકરોને રેલવે સમક્ષ હાજર થવાનું હોયજેને લઈ રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેરની આગેવાનીમાં આવતીકાલે રોજ સવારે 11 કલાકે હાજર થશે.

ભાવનગર શહેરના તમામ આગેવાન, કોર્પોરેટર , શિક્ષણ સમિતિ સદસ્ય, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, તેમજ મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાનો કાર્યકરો હાજર રહેવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...