તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરણાં:ભાવનગરમાં કોરોના મહામારી દરમિયાનો લોકોને પડતી હાલાકી મામલે કૉંગ્રેસ દ્વારા ધરણાં યોજવામા આવ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • ભાજપને લોકો ની સુવિધા માટે કાર્યક્રમ કરવાનો સમય નથી - શહેર પ્રમુખ

ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા લોકોને પડતી હાલાકીને લઈ વિવિધ માંગણીઓને લઈ તથા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અપર્ણ કરવા આજરોજ ઘોઘા ગેઇટ ચોક ખાતે ઘરણાં કાર્યક્રમ યોજાયા હતા.

હાલ સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગર શહેરમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે અને લોકો ને સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહીં મળતાં ઘરણાં કાર્યક્રમ ઘોઘા ગેઇટ ચોક ખાતે યોજાયો હતો જેમાં તેઓની વિવિધ માંગણીઓમાં હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરો, હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરો, હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટરની વ્યવસ્થા કરો, RTPCR ટેસ્ટ માટે કીટ આપો, રેમેડસિવર તથા અન્ય ઇન્જેક્શન અને દવાઓ વ્યવસ્થા કરો, વેક્સીનેશન કાર્યક્રમ માટે પૂરતા ડોઝની વ્યવસ્થા કરો, હોસ્પિટલોમા મેડિકલ-પેરા મેડીકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો તેવી માંગણીઓ તથા કોરોનાના મૃત્યુ પામેલા લોકો ને શ્રધ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી જણાવ્યું હતું કે કોરોનામાં જે લોકોના મૃત્યુ થયું છે તેને શ્રધ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તેમજ ભાવનગરમા આજ દિન સુધી બેડ હોય, વેન્ટિલેટર હોય, ઓક્સિજન હોય, કોઈપણ દર્દીને પૂરતી સુવિધા આજદિન સુધી મળી નથી અને મારે દુઃખ સાથે કહેવું પડે કે બે દિવસ પહેલા ભાજપ દ્વારા વિરોધ માટે ઘરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો ભાજપને લોકો ની સુવિધા માટે કાર્યક્રમ કરવાનો સમય નથી, લોકોની સુવિધા વધારવા માટે આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કૉંગ્રેસ દ્વારા ઘરણાં પર બેઠતા પોલીસ દ્વારા એક સમયે ઉભા કરવાનો પ્રયત્ન કરેલ ત્યારે કૉંગ્રેસના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ભાજપ દ્વારા ઘરણાં યોજાયા ત્યારે તમે અટકાયત ન કરી અને અત્યારે અમને ઉભા કરવામાં આવો છો, અમે તો લોકો ની સુવિધામાં વધારો થાય તે માટે બેઠા છીએ નહીં કે વિરોધ માટે, પછી બને વચ્ચે સમજાવટ બાદ અડધી કલાક ઘરણાં પર બેઠા હતા,

આ ધરણાં કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ, વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, તથા પૂર્વ કોર્પોરેટરો, મહિલા કૉંગ્રેસના વિવધ સેલ ના આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...