ચૂંટણી:છેલ્લી 4 ચૂંટણીમાં કોંગ્રેસને 1થી વધુ બેઠક મળી નથી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતોની ટકાવારી વધી છે ત્યારે ઇ.સ.2002થી ભાવનગર જિલ્લામાં કોંગ્રેસને એક બેઠક મળવાનો રેકર્ડ આ વખતે તૂટશે કે કેમ?
  • એનાલિસિસ }વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીથી કોંગ્રેસની મતોની ટકાવારીમાં વધારો છતાં પરિણામ યથાવત

આગામી તા.1 ડિસેમ્બરે ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા ચુંટણી માટે મતદાન છે અને 8 ડિસેમ્બરે મત ગણતરી છે. ત્યારે રાજકીય વિશ્લેષકોની નજર 2022ની ચુંટણીના પરિણામ પર વિશેષ એ રહેશે કે 21મી સદીમાં કોંગ્રેસે પોતાના પક્ષ માટે એક અણગમતો રેકર્ડ કરેલો છે અને તે એ છે કે 2002થી શરૂ થઇને જે ચાર વિધાનસભા ચૂંટણી યોજાઇ તેમાં ભાવનગર જિલ્લામાં કોંગ્રેસને એકથી વધુ બેઠક મળી નથી. ત્યારે આ વખતે શું થશે તે રસપ્રદ બની રહેશે.

અગાઉ 2012ની ચૂંટણી સુધી ભાવનગર જિલ્લામાં બોટાદ અને ગઢડા બન્ને મળીને કુલ 9 બેઠક હતી છતાં પરિણામમાં એ જ પુનરાવર્તન રહ્યું હતુ. હવે જ્યારે કોંગ્રેસને મતોની ટકાવારી વધતી જાય છે ત્યારે આ વખતે શું પરિણામ આવે છે તે 8 ડિસેમ્બરે ખબર પડી જશે. 2007થી તો કોંગ્રેસના મતોની ટકાવારીમાં વધારો થતો જાય છે છતાં 1 બેઠકથી વધુ જીતી શક્યા નથી તે હકીકત છે.

ભાવનગર જિલ્લામાં ઈ.સ.2002 અને ઈ.સ.2007, ઇ.સ. 2012 અને છેલ્લે ઈ.સ.2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ભાવનગર જિલ્લામાં કુલ બેઠકોમાંથી એકથી વધુ બેઠક મેળવી શક્યા નથી. બોટાદ અને ગઢડા જ્યારે ભાવનગર જિલ્લામાં હતા ત્યારે 2002થી 2012 સુધીની કુલ 9 પૈકી 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ગત વખતે કુલ 7 પૈકી 6 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસે એક બેઠક તળાજા પર વિજય મેળવતા કોંગ્રેસને ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર બેઠકથી માત્ર એક બેઠક જીતી સંતોષ મેળવવાની પરંપરા જાળવી રાખી હતી.

ઈ.સ.2002ની ચૂંટણીમાં કુલ 9માંથી કોંગ્રેસને એક બેઠક ગઢડાની મળી હતી અને પ્રવિણભાઈ મારૂ જીત્યા હતા. તો. ઈ.સ.2007ની ચૂંટણીમાં ભાવનગર દક્ષિણની બેઠક પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિ‌લ વિજયી થયા હતા જ્યારે 2012ની ચૂંટણીમાં પાલિતાણામાં કોંગ્રેસના પ્રવિણભાઈ રાઠોડે વિજય મેળવેલો જ્યારે ગત ચુંટણી 2017માં યોજાઇ તેમાં તળાજામાં કનુભાઇ બારૈયાએ જીતી ભાવનગર જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતુ. ત્યારે હવે આ વખતે શું થશે તે પર સૌની નજર મંડાયેલી છે.

છેલ્લી 4 ચૂંટણીમાં જિલ્લામાં પક્ષોની મતોની ટકાવારી

વિધાનસભા ચૂંટણીભાજપને ટકાવારીકોંગ્રેસને ટકાવારી
2017 ચૂંટણી48.46 ટકા37.71 ટકા
2012 ચૂંટણી49.54 ટકા34.53 ટકા
2007 ચૂંટણી51.49 ટકા32.57 ટકા
2002 ચૂંટણી50.48 ટકા34.68 ટકા
અન્ય સમાચારો પણ છે...