ત્રિપાંખીયો જંગ:કોંગ્રેસે ગારિયાધારમાંથી દિવ્યેશ ચાવડાને ટિકિટ આપી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગારિયાધારમાં ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ
  • ભાજપમાંથી કેશુભાઈ નાકરાણી, કોંગ્રેસમાંથી દિવ્યેશ ચાવડા, આપમાંથી સુધીરભાઇ વાઘાણી

ગારીયાધાર (101) વિધાનસભાની ચુટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે.જેમાં ભાજપમાંથી સાતમી વાર કેશુભાઈ નાકરાણીને ટિકીટ અપાઇ છે.ભાજપની પકડ મજબુત જણાય છે.ત્યારે કોગ્રેસમાંથી કોળી સમાજનાં આગેવાન મનુભાઇ ચાવડાનાં પુત્ર દિવ્યેશ ચાવડાને ઉતારવામાં આવ્યાં છે.તેમજ આમ આદમી પાર્ટીમાંથી સુધીરભાઇ વાઘાણી ચૂંટણી લડી રહ્યાં છે.આમ ગારીયાધાર 101 વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ પાંખીયો જંગ ખેલાશે.

ગત 2017ની ચૂંટણીમાં ભાજપના કેશુભાઇ નાકરાણીનો ટુંકી બહુમતીથી વિજય થયો હતો ત્યારે આ વખતે જ્યારે ત્રિ-પાંખિયો જંગ છે અને કેશુભાઇ સાતમી વખત જંગમાં છે તેમજ આપ પણ આ વખતે એક મજબૂત હરીફ તરીકે ઉભરી આવ્યો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચે ગારિયાધારમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. ગારિયાધારમાં આયાતી ઉમેદવારને કોંગ્રેસે ટિકીટ આપતા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ કથીરીયાએ જણાવ્યુ હતુ કે પાલિકાના કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો રાજીનામા આપવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...