તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોંગ્રેસના અસંતુષ્ટોએ પાલિતાણા પાલિકામાં જ મેન્ડેટ આંચકી ફાડી નાખતા હોબાળો

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોંગ્રેસ પ્રમુખ મેન્ડેટ લઈ ચૂંટણી અધિકારી પાસે પહોંચે તે પહેલાં જ કાર્યકરોએ મેન્ડેટની ખેંચાખેંચી કરી
 • ચૂંટણી વગર જ પાલિતાણા પાલિકા ભાજપના હાથમાં

પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આજે અંતિમ દિવસે પાલીતાણા નગરપાલિકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમ સીમાએ આવતા આજે કોંગ્રેસના ઉમેદવારી ઈચ્છુકોને ટિકિટ નહીં મળતા નગરપાલિકામાં પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી કોંગ્રેસના ઉમેદવારોના 32 જેટલા મેન્ડેટ ઝૂંટવી લઈ ફાડી નાખ્યા હતા. લોકશાહીમાં અતિ ગંભીર આ ઘટનાના પડઘા રાજ્યકક્ષા સુધી પડ્યા છે. પાલીતાણા નગરપાલિકામાં 32 જેટલા મેન્ડેટના અભાવે ઉમેદવારી નહીં કરી શકતા ચૂંટણી ભાજપ તરફી વન-વે થઈ ગઈ છે. કોંગ્રેસના આગેવાનો મોડી રાત સુધી કાયદાકીય પ્રક્રિયા માટે પણ દોડધામ કરી રહ્યા હતા.

ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકાના નવ વોર્ડની યોજાનાર ચૂંટણીમાં ઝંપલાવવા માટે કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ આજે બપોરે ત્રણ કલાક સુધીમાં ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાના હતા. કોંગ્રેસના હયાતખાન બ્લોચ સહિતના ઘણા આગેવાનોની ટિકિટ કપાતા કોંગ્રેસને પણ વિવાદ, વિખવાદ અને કાર્યકરોની નારાજગીનો સામનો કરવાનો ડર હતો જેને કારણે ફોર્મ રજુ કરવાના અંતિમ કલાકોમાં પ્રભારી દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખને ઉમેદવારોના મેન્ડેટ આપ્યા હતા. પરંતુ મેન્ડેટ રિટર્નિંગ ઓફિસર સુધી પહોંચે તે પહેલાં જ નગરપાલિકાના પરિસરમાં કોંગ્રેસના ટિકિટ નહીં મળેલા કાર્યકરોએ હોબાળો બોલાવે મેન્ડેટ આચકી ફાડી નાખ્યા હતા.

નગરપાલિકામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોની મેન્ડેટ ફાડવાની ઘટના અતિ ગંભીર સાબિત થઈ છે. પાલીતાણા નગરપાલિકાની ચૂંટણી માં કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ ફાડી નાખતા તે ઉમેદવારોના ફોર્મ પણ અમાન્ય રહી શકે. કોંગ્રેસના આગેવાનો દ્વારા કાયદાકીય રીતે પણ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવા માટે દોડી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહેતા પાલીતાણા નગરપાલિકા ચૂંટણી લડયા વગર જ ભાજપના હાથમાં ચાલી જશે.

ભાજપે અસંતુષ્ટોને ઉશ્કેર્યા, કોર્ટના દ્વાર ખખડાવાશે
ચૂંટણીમાં તમામને તો ટિકિટ આપી શકાય તેમ ન હોય. પાલીતાણા નગરપાલિકામાં કોંગ્રેસનું જોર વધુ છે ત્યારે ભાજપ હાર ભાળી જતા અસંતુષ્ટોને ઉશ્કેરી મેન્ડેટ ફાડી નાખવાની અતિ ગંભીર અને નિંદનીય ઘટના બનાવી છે. જે બાબતે કોર્ટના દ્વાર પણ ખખડાવાશે. - મહેન્દ્રસિંહ પઢારીયા, પ્રભારી કોંગ્રેસ પાલીતાણા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો