તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકા ચુંટણી 2021:કોંગ્રેસે કુંભારવાડાનો કકળાટ ડામ્યો, ચિત્રાનું ચિત્ર સ્પષ્ટ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બે વોર્ડમાં માનીતાને મુકવા કોંગ્રેસના નેતાઓની પ્રદેશ સુધી ખેંચતાણ રહી, અંતે સાત ઉમેદવારો જાહેર કર્યા
 • કુંભારવાડામાં પૂર્વ નગરસેવકને કાપવાની મથામણમાં તેના પુત્રને ટિકિટ આપી
 • અનુસુચિત અનામતમાં ચિત્રામાંથી પુનઃ કુંભારવાડામાં પરમારને પટમાં ઉતાર્યા

ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણીના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ નહીં અંતિમ ઘડીઓ સુધી ઉમેદવારોને લઈ ખેંચતાણ અને વિવાદો શરૂ રહ્યા હતા. કોંગ્રેસમાં તો બે વોર્ડના સાત ઉમેદવારો ફોર્મ ભરવાના ગણતરીના કલાકોમાં જ ખબર પડતા ઉમેદવારોને ભારે દોડધામ થઈ હતી. કોંગ્રેસમાં ચુંટણીના ઉમેદવારો માટે પ્રદેશના આગેવાનો અને પ્રભારી દ્વારા સેન્સ લેવા અને બાયોડેટા મેળવવા તેમજ પ્રદેશના આગેવાનો સાથે સંકલન કર્યું હોવા છતાં ઉમેદવારો નક્કી કરી શકતા ના હતાં. ચિત્રા-ફુલસર-નારી અને કુંભારવાડા વોર્ડમાં કોંગ્રેસનું વર્ચસ્વ સારૂ હોવાને કારણે આ બન્ને વોર્ડમાં કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાને મુકવા આગ્રહ રાખતા હતા.

કુંભારવાડા વોર્ડમાં અનુસુચિત જાતી અનામત હોવાથી તેમાં પણ ખેંચતાણ હતી પરંતુ કોંગ્રેસના જ પૂર્વ નગરસેવક અરવિંદ પરમારનું જોર કામે લાગી જતા તેને ચિત્રા ફુલસરમાંથી કુંભારવાડા વોર્ડમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા હતા. જોકે, અરવિંદ પરમાર વર્ષ 2010 થી 2015 માં કુંભારવાડામાંથી નગરસેવક તરીકે ચુંટાયા હતા.

કુંભારવાડામાંથી પૂર્વ નગરસેવક ઘનશ્યામ ચુડાસમાને ટિકિટ નહીં અાપવા કોંગ્રેસનું એક જુથ બળ કરતું હતું જ્યારે એક જુથ અને પ્રદેશ આગેવાનો પણ ચુડાસમાને રિપીટ કરવા જ મથામણ કરતા હતા. અંતે ઘનશ્યામ ચુડાસમાને ટિકિટ નહીં આપી તેના પુત્ર આકાશ ચુડાસમાને ટિકિટ આપી છે.ચિત્રા ફુલસરમાં કોંગ્રેસ અગ્રણી મોહનભાઈ સોલંકીના પુત્ર ચિરંજય સોલંકીને ટિકિટ આપી છે.

CPMએ 10 અને NCPએ 19 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
ભાવનગર કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.જેમાં ભાજપ, કોંગ્રેસના 52-52 ઉપરાંત CPM ના 10 અને NCP ના 19 ઉમેદવારો ચુંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેથી ચુંટણીમાં અપક્ષ સાથે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો સામે પણ મુખ્ય પક્ષે મતદારોને રિઝવવા ખરા ઉતરવું પડશે.

ભાજપના પૂર્વ નગરસેવકે અપક્ષ ઉમેદવારી કરી
ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ 2005 અને 2010 માં ભાજપના કોર્પોરેટર રહી ચુકેલા કિશોર ચૌહાણની પક્ષ દ્વારા છેલ્લા બે ટર્મ થી અવગણના થતાં તેઓએ ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવી અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

કોંગ્રેસના પ્રભારી છેક બપોરે મેન્ડેટ લઈ પહોંચ્યા
કોંગ્રેસમાંથી ચિત્રા ફુલસર નારી અને કુંભારવાડા વોર્ડના 7 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા. જેમાં કોંગ્રેસમાં જ વિવાદ અને વિરોધ ઉભો ના થાય તે માટે કોંગ્રેસના પ્રભારી તમામ ઉમેદવારોના મેન્ડેટ લઈ બપોરે ભાવનગર પહોંચ્યા હતાં, ત્યારે બાકી રહેલા ઉમેદવારોને તેઓના નામની ખાત્રી થઇ હતી. અને દોડાદોડ કરી ઉમેદવારી નોંધાવી હતી.

અંતિમ દિવસે કુલ 493 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટયો હતો.આજે એક જ દિવસે 272 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કોર્પોરેશનની ચુંટણી માટે આજે મુખ્ય રાજકીય પક્ષ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. આજે 86 ફોર્મ ઉપડ્યા હતા. જેથી આજ સુધી કુલ 1114 ફોર્મ લીધા હતા. જ્યારે આજે 272 ઉમેદવારી ફોર્મ ભરાતા આજ સુધી કુલ 493 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. હવે ઉમેદવારી પત્ર આગામી તા. 8 મીએ ચકાસણી કર્યા બાદ 9મી ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

ભાવનગર કોંગ્રેસના ઉમેદવારો

વોર્ડ નં. 1ચિત્રા ફુલસર

ગોમીબેન જયંતિભાઈ ચૌહાણ

કાંતિભાઈ બાવચંદભાઈ ગોિહલ

ચિરંજય મોહનભાઈ સોલંકી

વોર્ડ નં. 2કુંભારવાડા

શિલ્પાબા જયદેવસિંહ રાણા

કુદરૂમનીશા અખ્તરભાઈ રાંધનપુરી

અરવિંદભાઈ ચતુરભાઈ પરમાર

આકાશ ઘનશ્યામભાઈ ચુડાસમા

વોર્ડ નં. 7તખ્તેશ્વર

ત્રિવેદી પારૂલબેન કિરીટભાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો