તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરથી કોર્પોરેશનની ચૂંટણી પ્રચારનો આરંભ:કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થવાનો વિક્રમ સર્જાશે : CR

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસની કબર પર છેલ્લો ખીલો ઠોકવાની આ ચૂંટણી છે : મુખ્યમંત્રી

કોર્પો.ની ચૂંટણીમાં માત્ર ભાજપની જીતનો નહીં પણ કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જાય છે તેનો રેકોર્ડ પણ તમે તોડશો તેમ ભાવનગર ખાતેથી કોર્પોરેશનની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું.

 મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિજયનો શંખનાદ કૃષ્ણકુમારસિંહજી ની ભૂમિ પરથી ફુંકતા જણાવ્યું હતું કે ભાવનગરના ભાજપના કોર્પોરેટરોને ટિકિટ ન આપી તે લોકોએ યુવા લોકોને તક આપી છે તે અભિનંદનીય છે. કોંગ્રેસ વર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે ‘કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો ઠોકવાની આ ચૂંટણી છે’ મોદીને કારણે આ દેશ ફરી આત્મનિર્ભર બની ગયો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને પાયા વિહોણા ગણાવી ભાવનગરની જનતાએ છેલ્લા 25 વર્ષથી ભાજપને જીતાડી છે.

બોરતળાવમાં નર્મદાનું પાણી પહોંચવાનું છે. સૌરાષ્ટ્રમાં દુકાળના દિવસો પુરા થયા છે. દરેકના ઘરમાં ‘નલ સે જલ’ પહોંચાડવાનો ગુજરાત સરકારે નિર્ધાર કર્યો છે. ગુજરાતનું પહેલું CNG પોર્ટ ભાવનગરમાં બનશે. આ મંચ પરથી ગુંડાઓને ચેતવણી આપુ છું કે ગુંડાઓ ગુજરાત છોડે.કોંગ્રેસ મુક્ત ભાવનગર એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભાવનગર કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિભાવરીબેન દવે, જીતુભાઈ વાઘાણી, ભારતીબેન શિયાળ, રાજીવ પંડયા વિ.એ સંબોધન કર્યું હતું.

ભાજપ ભાવનગર મહાનગરની વેબસાઇટ લોન્ચ
ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શિવાજી સર્કલ ખાતે ભાજપ ભાવનગર મહાનગરની વેબસાઇટ લોન્ચ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો